IPL પૂરી, વર્લ્ડ કપ ટીમ સાથે પણ નથી, છૂટાછેડાની અટકળો વચ્ચે આખરે ક્યાં છે હાર્દિક પંડ્યા?

IPL 2024 સીઝન હાલમાં જ પૂરી થઈ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની. પરંતુ આ બધા વચ્ચે 2 જૂનથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડ  કપ માટે ભારતીય ખેલાડીઓનો પહેલો જથ્થો 25મી મેના રોજ યુએસએ રવાના થઈ ગયો.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તમામ વિવાદો વચ્ચે હાર્દિક હાલ ભારતમાં પણ નથી કે ટીમ સાથે પણ નથી. 

IPL પૂરી, વર્લ્ડ કપ ટીમ સાથે પણ નથી, છૂટાછેડાની અટકળો વચ્ચે આખરે ક્યાં છે હાર્દિક પંડ્યા?

IPL 2024 સીઝન હાલમાં જ પૂરી થઈ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની. પરંતુ આ બધા વચ્ચે 2 જૂનથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડ  કપ માટે ભારતીય ખેલાડીઓનો પહેલો જથ્થો 25મી મેના રોજ યુએસએ રવાના થઈ ગયો. આ ટીમમાં હાર્દિક પંડ્યા નહતો. તેની કેપ્ટનશીપવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે હતી. આ બધા વચ્ચે તેના અંગત જીવનમાં પણ ખુબ ઉથલપાથલ મચેલી હોવાની અટકળો ચાલી રહી છે. અફવાઓને માનીએ તો હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટો પડી શકે છે. આ બધા વચ્ચે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તમામ વિવાદો વચ્ચે હાર્દિક હાલ ભારતમાં પણ નથી. 

ક્યાં છે હાર્દિક પંડ્યા?
મીડિયા રિપોર્ટ્સ મજબ હાર્દિક પંડ્યા રજાઓ ગાળવા માટે કોઈ અજાણ્યા સ્થળે ગયો છે. તે સીધો ન્યૂયોર્કમાં ભારતીય ટીમ સાથે જોડાશે. ક્રિકબઝના એક રિપોર્ટ મુજબ મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલ 2024 અભિયાન સમાપ્ત થયા બાદ જ હાર્દિક પંડ્યા દેશમાથી બહાર જતો રહ્યો હતો. ટી20 લીગમાં તણાવપૂર્ણ અભિયાન બાદ પોતાનો મૂડ ફ્રેશ કરવા માટે તેણે કોઈ અજાણ્યા વિદેશી સ્થળ પર એક કે બે સપ્તાહ માટે રજાઓ ગાળવાનો નિર્ણય લીધો છે. જો કે તે ન્યૂયોર્કમાં પહેલા અભ્યાસ સત્ર માટે સમયસર ટીમ સાથે જોડાઈ જાય તેવી આશા છે. 

સતત વિવાદોમાં પંડ્યા
હાર્દિક આઈપીએલ 2024ની સીઝન શરૂ થતા પહેલા જ ચર્ચામાં હતો. રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન બનાવવાનો નિર્ણય ફેન્સને ગમ્યો નહીં. જ્યારે પણ હાર્દિક સ્ટેડિયમમાં પગ મૂકતો કે તેણે હુટિંગનો સામનો કરવો પડતો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પણ ફેલાયેલી નેગેટિવિટીના પગલે ફ્રેન્ચાઈઝી 10 ટીમોમાં સૌથી નીચલી પોઝિશન પર જોવા મળી. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે પોતે તમામ વિભાગોમાં નબળો સાબિત થયો. 

બાઉચરે કર્યો હતો ઈશારો?
મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે 17મી મેના રોજ ટીમની છેલ્લી મેચ રમ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હાર્દિક પંડ્યા નિશ્ચિત એક શાનદાર કેપ્ટન બનીને ઉભરશે. વ્યક્તિગત રીતે તેઓ અંગત ચીજોમાંથી પસાર થઈ રહ્યા છે જેમાંથી અનેક ચીજો કદાચ થોડી બિનજરૂરી છે. તે નિશ્ચિતપણે હાર્દિક માટે શીખવાની તક હશે કારણ કે તેના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે. જો કે હાલ સમય કપરો છે, પરંતુ  કેટલીક ચીજો પસાર થઈ જશે અને આ પણ ખતમ થઈ જશે. અહીં એ જણાવવું જરૂરી છે કે હાર્દિક પંડ્યાને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં 02-29 જૂન સુધી રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news