ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 :સરેરાશ 51.41 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. 

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 :સરેરાશ 51.41 ટકા મતદાન

અમદાવાદ : ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. લોકોએ ભારે ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે. 

બનાસકાંઠામાં ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ
* થરાદ વિધાસભાની પેટા ચૂંટણી પુરી થતાં ઇવીએમ અને વિવીપેટ સહિતની સામગ્રી કરાઈ સીલ..
* થરાદના 260 મતદાન કેન્દ્રો ઉપરની તમામ સામગ્રી સીલ કરીને પાલનપુરની સરકારી કોલેજના  સ્ટોર રૂમમાં રખાશે.
* 24 તારીખે પરિણામના દિવસે ઇવીએમ મશીન માંથી કરાશે મતની ગણતરી.

મહેસાણા ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ
* 20 ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માં શાંતિપૂર્ણ માહોલ માં મતદાન થયું પૂર્ણ
* 269 મતદાન મથક માં અંદાજીત 50% ની ઉપર થયું મતદાન
* ખેરાલુ વિધાનસભા સીટ પર 10 થી વધુ જગ્યા પર ઇ. વી.એમ ખોટવાયા ના બનાવ નોંધાયા ..
* એક બુથ પર 1 કલાક વધુ મતદાન કરશે
* ગત વિધાનસભા કરતા મતદાન અંદાજીત 20 % ઓછું રહ્યું
* શાંતિ પૂર્ણ માહોલ માં મતદાન સમી સાંજે 6 વાગે પૂર્ણ થયું
* 269 મતદાન કુટીર સહિત ઇ.વી.એમ મશીન ને આજે ચાપતા બન્દોબસ્ત સાથે મર્ચન્ટ કોલેજ મોકલશે
* 4 ઉમેદવારો ના ભાવિ થયા ઇ.વી.એમ માં સીલ.
* આગામી 24 તારીખે મતગણતરી કરાશે

બાયડ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ
* વિધાનસભા ની 6 બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ 
* શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ પૂર્ણ 
* ઇવીએમ મશીન કરાયા સીલ 
* બાયડમાં સરેરાશ 65 ટકાથી વધુ મતદાન થયું
* 24મીએ ઉમેદવારો ના ભાવિ થશે નક્કી
* બને પક્ષના ઉમેદવારોએ જીતની આશા વ્યકત કરી છે
* ઇવીએમ મશીન સીલ કર્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં રખાશે
* 316 મથકો પર ઇવીએમ મશીન સીલ કરાયા

અયોધ્યાઃ મુસ્લિમ પક્ષે પણ સુપ્રીમમાં સીલબંધ કવરમાં આપ્યું 'મોલ્ડિંગ ઓફ રિલીફ'
ખેરાલુ ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ
* 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ
* મતદાન મથકના દરવાજા બંધ કરવામાં આવ્યા
* નવા એકપણ મતદાર ને પ્રવેશ નહિ અપાય
* અંદર રહેલા મતદારો જ કરી શકશે મતદાન
* EVM ને સીલ કરવાની પ્રક્રિયા શરૂ
* ખેરાલુ બેઠકના તમામ EVM મોડી રાતે મહેસાણા લઈ જવામાં આવશે
* EVM શિફ્ટ કરવા વાહનોની કરાઈ વ્યવસ્થા
* EVM ને મહેસાણા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે
* 24 ઓક્ટોબર એ થશે મતગણતરી

પાટણ
* 16 - રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી
* સવારે 8 થી 6 વાગ્યા સુધી માં  મતદાન 62.95 % નોંધાયું
* જેમાં કુલ  1,69,876 મતદારોએ કર્યું મતદાન
* સ્ત્રી મતદાર કુલ. 59.99%
* પુરુષ મતદાર કુલ. 65.69 %

મહેસાણા 
* ખેરાલુ વિધાનસભા ચૂંટણી મામલો 
* ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી મા શાંતિપૂર્ણ માહોલ માં મતદાન થયું પૂર્ણ
* ખેરાલુ વિધાનસભા નું કુલ 46.15 ટકા મતદાન નોંધાયું

પાટણ અપડેટ
* 16 - રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી
* સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી માં  મતદાન 62.95 % નોંધાયું
* જેમાં કુલ  1,69,876 મતદારોએ કર્યું મતદાન.
* સ્ત્રી મતદાર દ્વારા થયેલ મતદાન... કુલ. 77716..ટકા 59.99%
* પુરુષ મતદાર દ્વારા થયેલ મતદાન  કુલ. 92158 ટકા 65.69 %

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news