'તાનાજી'મા સેફ અલી ખાનનો લુક પણ આવ્યો સામે, એકવાર ફરી દેખાશે નેગેટિવ રોલમાં

સેફ અલી ખાન પોતાના નેગેટિવ રોલ ભજવવામાં હંમેશા સફળ થયો છે. એકવાર ફરી તે તેના માટે તૈયાર છે. 

 'તાનાજી'મા સેફ અલી ખાનનો લુક પણ આવ્યો સામે, એકવાર ફરી દેખાશે નેગેટિવ રોલમાં

નવી દિલ્હીઃ 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર'થી અભિનેતા અજય દેવગનનો લુક પહેલા જ સામે આવી ચુક્યો છે. હવે ફિલ્મથી સેફ અલી ખાનનો લુક પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સેફ એકવાર ફરી ફીયર્સ લુકમાં જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં સેફ અલી ખાનની ફિલ્મ 'લાલ કપ્તાન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેના લુકની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. તેવામાં તાનાજીમાં તેનો નવો લુક પણ રિલીઝ થતાં ઇન્ટરનેટ પર છવાય ગયો છે. 

સેફ અલી ખાન પોતાનો નેગેટિવ રોલ નિભાવવમાં હંમેશા સફળ થયો છે. એકવાર ફરી તે તેના માટે તૈયાર છે. ખબરો અનુસાર સેફ તાનાજીમાં રાજપૂત અધિકારી ઉદયભાન રાઠોડની ભૂમિકામાં જોવા મળશે. તમે પણ જુઓ સેફનો ફીયર્સ લુક... 
 

— Ajay Devgn (@ajaydevgn) October 21, 2019

આ પહેલા અજય દેવગનનો લુક સામે આવ્યો હતો. 

— Ajay Devgn (@ajaydevgn) October 21, 2019

મહત્વનું છે કે સેફ અને અજય દેવગન ચોથીવાર એકસાથે જોવા મળશે. આ પહેલા 'કચ્ચે ધાગે', 'ઓમકારા' અને 'એલઓસી'માં કામ કરી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news