સંઘવીને 'ઘોડા દોડાવવા' ભારે પડ્યા! જાણો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીના આ Tweet બાદ કેમ મચી ધમાલ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. હર્ષ સંઘવીએ ટ્વિટર પર એક સુવિચાર પોસ્ટ કરતા જ યુઝર્સે તેમને બરાબરના ટ્રોલ કર્યા છે.

સંઘવીને 'ઘોડા દોડાવવા' ભારે પડ્યા! જાણો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીના આ Tweet બાદ કેમ મચી ધમાલ

નવી દિલ્હીઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ જ્યારથી પદભાર સંભાળ્યો છો ત્યારથી તેઓ સતત ચર્ચાનાં રહ્યાં છે. નાની ઉંમરમાં ગૃહ રાજ્યમંત્રી જેવી મોટી જવાબદારી તેમના શિરે છે. જોકે, આ બાહોશ નેતા અત્યાર સુધી તમામ પડકારોનો સામનો મક્કમ રીતે કરતા આવ્યાં છે. બિંદાસ્ત સ્વભાવ ધરાવતા હર્ષ સંઘવી સોશિયલ મીડિયામાં પણ ખુબ એક્ટીવ રહેતા હોય છે. જોકે, હાલમાં જ તેમણે કરેલી એક ટ્વીટને કારણે સોશિયલ મીડિયામાં હડકંપ મચી ગયો છે. એક ટ્વીટ બાદ નીચે કોમેન્ટનો ઢગલાં થઈ ગયો છે. સંખ્યાબંધ યુવાનોએ ભરતી કૌભાંડ મુદ્દે તેમને રિપ્લાય કરીને પોતાનો રોષ ઠાલવ્યો. અને સાથો-સાથ સોશિયલ મીડિયા પર લોકોએ સરકારને પણ ખરીખોટી સંભળાવી દીધી.

PSI ભરતીમાં થયેલ કૌભાંડ યાદ અપાવ્યું-
ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી યુવા નેતા હોવાના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે અને તેઓ એક્ટિવ પણ ખૂબ રહે છે. એવામાં એક સુવિચાર ટ્વિટ કરવો તેમને ભારે પડ્યો છે. હાલમાં જ PSI ભરતી મામલે થયેલા ખુલાસાના કારણે યુઝર્સે સંઘવીને બરાબરના ટ્રોલ કર્યા.   

હર્ષ સંઘવીએ ટ્વિટર પર એવું તો શું લખ્યું હતું?
આજે ટ્વિટર પર હર્ષ સંઘવીએ સવારે એક સુવિચાર મૂક્યો કે, 'મનુષ્યના મનમાં બે ઘોડા દોડે છે એક : Positive, બીજો : Negative, જેને વધારે ખોરાક આપીએ એ જીતે છે'. બસ લોકોને આ શિખામણ ખૂંચી ગઈ અને મંત્રીજીને PSI ભરતીમાં થયેલ કૌભાંડ યાદ અપાવ્યું. 
 

એક : Positive
બીજો : Negative

જેને વધારે ખોરાક આપીએ
એ જીતે છે

— Harsh Sanghavi (@sanghaviharsh) March 3, 2023

યુઝર્સે જુઓ કેવી કોમેન્ટ કરીને ગૃહરાજ્યમંત્રીને કર્યા ટ્રોલ:

No description available.

ગુજરાતમાં 40 લાખ આપીને ભરતી થાય છેઃ યુઝર
લોકોએ કહ્યું, ગુજરાતમાં ભરતી પણ આ જ રીતે થઈ રહી છે, એક: પેપરફોડીને, અથવા બીજો: 40 લાખ આપીને. લોકોએ તો સંઘવીને એમ પણ સલાહ આપી કે આવા ટ્વિટ કરવાની જગ્યાએ તમે સરકારી અધિકારીઓ તથા ભ્રષ્ટાચારના ઘોડાઓ પર લગામ લગાવો તો બહુ છે.

No description available.

ટ્વીટર પર ગૂંજ્યો ડુંગળીનો ભાવ-
ગૃહ રાજ્યમંત્રીની પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે, 'દેશમાં ડુંગળીના ભાવ બે રીતે નક્કી થાય છે, જ્યારે નાણામંત્રી ન ખાતા હોય  ત્યારે 1 રૂપિયા કિલો મળે, જ્યારે નાણામંત્રી ખાતા હોય ત્યારે 100 રૂપિયા કિલો મળે.'

No description available.

ગુજરાતમાં બે પ્રકારના પરીક્ષાર્થી છેઃ યુઝર
તો અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, હાટકેશ્વર બ્રિજ ક્યારે ચાલુ થશે ભાઈ... તમારા લોકોના કામ જ એવા છે કે અમારે નેગેટિવ ઘોડા દોડે છે. હર્ષ સંઘવીના પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે કે, ગુજરાતમાં બે પ્રકારના પરીક્ષાર્થી છે..! એકઃ સેટિંગવાળા અને બીજાઃ મહેનતવાળા. જેનું વધારે સેટિંગ એ નોકરી કરી છે...!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news