Human Trafficking: ગુજરાતથી અમેરિકા સુધી માનવ તસ્કરીનું નેટવર્ક, કપલના 2 કરોડ રૂપિયા!
Human Trafficking Case: ગુજરાતમાં આજે ઈડીના દરોડા પડ્યાં છે. જેમાં મોટા ખુલાસા થયા છે. 21 ફેબ્રુઆરીએ અમેરિકામાં શિકાગો પોલીસે માનવ તસ્કરીની દુનિયામાં ડર્ટી હેરી તરીકે જાણીતા હરકેશ કુમાર રમણ લાલ પટેલની ધરપકડ કરી હતી. હવે આ રેલો ગુજરાત સુધી લંબાયો છે.
Trending Photos
Human Trafficking Case: અમેરિકાની 'ડર્ટી હેરી'ની લિંક: EDના 29 સ્થળોએ દરોડા, ભારતીયોને ભારે પડશે વિદેશનો મોહ. જાણો શું છે વિદેશમાં સ્થિતિ અને કઈ રીતે કરવામાં આવે છે લોકો સાથે છેતરપિંડી. ગુજરાતમાંતી ગેરકાયદે વિદેશ જવું એ સામાન્ય બાબત છે. એજન્ટો રૂપિયા લઈને ગુજરાતીઓ પાસે ડંકી મરાવે છે. ગુજરાત અને પંજાબ આ બાબતે હવે ધીમેધીમે બદનામ થઈ રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે (4 માર્ચ) ગુજરાતમાં માનવ તસ્કરી સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ ગુજરાતમાં 29 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડો એ ગેંગ સામે હતો જે ભારતીયોને મેક્સિકો અને કેનેડા થઈને અમેરિકા મોકલતી હતી.
ગુજરાતમાંથી અમેરિકા, બ્રિટન અને કેનેડા જવાની ઘેલછા ઓછી થઈ રહી નથી. ગુજરાત પોલીસે થોડા અઠવાડિયા પહેલાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગયા વર્ષે 19 જાન્યુઆરીએ માનવ તસ્કરી દરમિયાન મૃત્યુ પામેલા ચાર લોકોના મૃત્યુની તપાસ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સ સરકારે નિકારાગુઆમાંથી પકડેલા પ્લેનમાં પણ મોટાપાયે ગુજરાતીઓ પકડાયા હતા. આ કેસ ગુજરાતની સીઆઈડી ક્રાઈમ સંભાળી રહી છે. આ કેસમાં ગુજરાત પોલીસ કાર્યવાહી કરી છે.
ડર્ટી હેરીની થઈ છે અમેરિકામાં ધરપકડ-
21 ફેબ્રુઆરીએ અમેરિકામાં શિકાગો પોલીસે માનવ તસ્કરીની દુનિયામાં ડર્ટી હેરી તરીકે જાણીતા હરકેશ કુમાર રમણ લાલ પટેલની ધરપકડ કરી હતી. આ ધરપકડ એક જ પરિવારના 4 લોકોના મોતના મામલામાં પણ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ ગુજરાત પોલીસ પાસેથી માનવ તસ્કરીના 3 કેસ પર તપાસ શરૂ કરી છે, જે ભરતભાઈ ઈલ્યાસ બોબી પટેલ, રાજુભાઈ પ્રજાપતિ અને ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યો સામે નોંધાયેલા છે. ઈડીના દરોડાને પગલે આજે ગુજરાતભરમાં હલચલ મચી છે.
ગુજરાતથી અમેરિકા સુધી માનવ તસ્કરીનું નેટવર્ક-
તપાસ એજન્સીઓને શંકા છે કે ડર્ટી હેરી ઉર્ફે હરકેશ કુમાર રમણ લાલ પટેલ અમેરિકામાં હાજર બોબી પટેલના સંપર્કમાં હતો અને તેઓ સાથે મળીને માનવ તસ્કરી સિન્ડિકેટ ચલાવતા હતા. આ સિન્ડિકેટ ગુજરાત ઉપરાંત કેરળ અને પંજાબના લોકોને માનવ તસ્કરી દ્વારા ફ્રાન્સ, સ્પેન, એસ્ટોનિયા, કેનેડા અને નિકારાગુઆ મોકલતું હતું. આ માનવ તસ્કરી સિન્ડિકેટ ચલાવવા માટે હવાલા ટ્રેડર્સ અને ફોરેક્સ એક્સચેન્જ કંપનીઓનો ઉપયોગ થતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કરોડો રૂપિયાનો છે આ ખેલ-
ઈડીના ગુજરાતમાં દરોડાની કાર્યવાહી દરમિયાન આરોપીઓના પરિસર પર દરોડા દરમિયાન, તપાસ એજન્સીઓએ મોટી સંખ્યામાં પાસપોર્ટ, આઈડી કાર્ડ, ફોટોગ્રાફ્સ, પ્રોપર્ટી પેપર, ડિજિટલ ઉપકરણો, કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ સાથે સંબંધિત દસ્તાવેજો અને 2 લક્ઝરી કાર રિકવર કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે એક પેસેન્જર પાસેથી 60 થી 75 લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી અને એક કપલ પાસેથી 1 થી 1.25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને જો કપલને પણ બાળકો હોય તો આ રકમ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે