અમદાવાદીઓના આ વિસ્તારના લોકોને હવે નહિ નડે ટ્રાફિક : ખુલ્લો મૂકાયો નવો બ્રિજ

Ahmedabad Paldi Under Bridge : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને આવી વિકાસકાર્યોની ભેટ.... 641 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ.... તો આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપ્યા નિમણૂંક પત્રો....

અમદાવાદીઓના આ વિસ્તારના લોકોને હવે નહિ નડે ટ્રાફિક : ખુલ્લો મૂકાયો નવો બ્રિજ

Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં નવનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જી.એમ.આર.સી, એ.એમ.સી.અને રેલ્વે દ્વારા સહ નિર્મિત સ્વ. શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસ 83 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો છે. પાલડી અંડર પાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડશે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી અને નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદરૂપ થશે. સાથે જ આ બ્રિજને કારણે અમદાવાદના મધ્યમાં થતા ટ્રાફિકનું ભારણ ઓછું થશે. સાથે જ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ પણ મળશે. 

નવા બનેલા બ્રિજની વાત કરીએ તો, પાલડી અંડર પાસની બંને બાજુની દિવાલો પર કરવામાં આવેલ આર્ટવર્કમાં અમદાવાદના કોટવિસ્તારનો વારસો અને વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિની ઝલક પ્રદર્શિત થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે. તૈયાર થયેલ જી.એમ.આર.સી, એ.એમ.સી. અને રેલ્વે દ્વારા સહ નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડે છે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે. આ અંડરપાસના કારણે અમદાવાદ-બોટાદ રેલવે લાઈનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે.

 

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 4, 2024

 

આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં, તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક છે જે અમદાવાદના કોટવિસ્તારનો વારસો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક દર્શાવે છે. 4 લેનના આ અંડર પાસની લંબાઈ 450 મીટર અને પહોળાઇ 16.6 મીટર છે.

83 કરોડના ખર્ચે નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસને જી.એમ.આર.સી દ્વારા 47 કરોડ, એ.એમ.સી. દ્વારા 33 કરોડ અને રેલ્વે દ્વારા ૩ કરોડમાં મળી સહ નિર્માણ કરવામાં આવ્યો છે.

આ સાથે જ ગુલબાઈ ટેકરા ઝુપડપટ્ટીના સ્થાને નવા બનાવવામાં આવનાર ૮૫૪ આવાસો અને પાલડીમાં ત્રિકમલાલની ચાલી ઝુપડપટ્ટીના સ્થાને નવા બનાવવામાં આવનાર ૧૬૮ આવાસો અને ૨૧ દુકાનો, રુ. ૩ કરોડના ખર્ચે કોતરપુર તેમજ નિકોલ વોર્ડમાં નવા બનાવવામાં આવનાર વેજીટેબલ માર્કેટ, રુ. ૨૬ કરોડના ખર્ચે ગ્યાસપુર, પીપળજ- ગોપાલપુર-સૈજપુર ખાતે નવી નાંખવામાં આવનાર ડ્રેનેજ લાઈન તેમજ રુ. ૧૧ કરોડના ખર્ચે ઓઢવ, ચાંદલોડીયા તેમજ ગોતા વોર્ડમાં નવા બનાવવામાં આવનાર અર્બન હેલ્થ સેન્ટર તથા ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાયમરી સ્કુલમાં નવી તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ આંગણવાડી એમ કુલ રુ.૬૪૧ કરોડના જુદા જુદા પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news