Honey Trap : મહિલાએ કહ્યું કાર એકાંતમાં લઈ લો અને કોન્ટ્રાક્ટર ભરાયા, 23 લાખ લઈ ગઈ

Honey Trap: હનીટ્રેપ કરતી ગેંગની ચૂંગાલમાં ફસાયા બાદ સમાજમાં બદનામીના ડરે અમુક લોકો પૈસા આપી દેતા હોય છે. તમારા માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે. આ કિસ્સો વાંચ્યા પછી તમારા હોંશ ઉડી જશે....

Honey Trap : મહિલાએ કહ્યું કાર એકાંતમાં લઈ લો અને કોન્ટ્રાક્ટર ભરાયા, 23 લાખ લઈ ગઈ

Honey Trap: પુરુષોને લલચાવી ફોસલાવીને તેમને બાટલામાં ઉતારી તેમની પાસેથી લાખોનો તોડ કરતી હનીટ્રેપ ગેંગ. જેના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. જોકે પોલીસની લાખ ચેતવણીઓ છતાં પુરુષો આવી મહિલાઓના સકંજામાં આસાનીથી ફસાઈ પણ જાય છે. જો કે ગોંડલના સુલતાનપુર હનીટ્રેપના ગુનાનો ગણતરીના કલાકોમાં LCBએ ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે શું હતો હનીટ્રેપનો આખો ખેલ, જોઈએ આ રિપોર્ટમાં... 

એક દિવસ એક અજાણી મહિલાનો ફોન આવ્યો અને પછી...
મોરબીમાં રહેતા અને સીરામીક કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખતા ભરતભાઈ કારોલીયાને એક દિવસ એક અજાણી મહિલાનો ફોન આવ્યો, આ મહિલાએ ભરતભાઇ સાથે ફોનમાં વાત કરીને મિત્રતા કેળવી અને ધીમે ધીમે આ જ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.. જ્યારે મહિલાને ખબર પડી કે ભરતભાઈ તેની પ્રેમજાળમાં ફસાઈ ગયા છે, પછી જ આ મહિલાએ શરૂ કર્યો પોતાનો અસલી ખેલ. મહિલાએ ભરતને એક દિવસ કાગવડ ખોડલધામ ખાતે મળવા બોલાવ્યા. મહિલાએ ભરતભાઈને ગાડીમાં અજાણી જગ્યાએ લઈ જવા કહ્યુ, અજાણી જગ્યાએ પહોંચતાં જ અચાનક 4 માણસો ગાડીમાં બેસી ગયા. મહિલા સાથે હોવાથી ચારેય વ્યક્તિએ ભરતભાઈને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં ગાળાગાળી કરીને માર પણ મારવામાં આવ્યો. તો બીજી તરફ મહિલા પાસે બળાત્કારની ખોટી ફરીયાદ કરાવવાની ધમકી પણ આપી.  ફરિયાદ ન કરવાના બદલામાં 35 લાખની માંગણી કરી. ભરતભાઈએ આનાકાની કરતા ઠગ ટોળકીએ 23 લાખ 50 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા. અને ત્યારબાદ મહિલા સહિત ઠગ ટોળકી ત્યાંથી ફરાર થઈ ગયા.  

પોતે હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનો ખ્યાલ આવતા ભરતભાઈ સુલતાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેમાં પોલીસે LCBની મદદ લઈને ગણતરીના કલાકોમાં જ હનીટ્રેપનો કેસ ઉકેલી નાંખ્યો અને મહિલા સહિત 5 આરોપીને 21 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. 

પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાથ ધરી તપાસઃ
રાજકોટ ગ્રામ્ય LCBએ ગુનાની ગંભીરતા સમજીને અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસની મદદ લઈને લોકોને ફસાવતી આ હનીટ્રેક ગેંગને પકડી પાડી છે. ત્યારે આ હનીટ્રેપ ગેંગની મોડસ ઓપરેન્ડી પણ જાણી લઈએ. ગેંગના લોકો પહેલાં બુક સ્ટોલમાંથી ફોન ડિરેક્ટરી ખરીદતાં પછી તેમાંથી પૈસાદાર ઉદ્યોગપતિ અને વેપારીઓનાં નંબર મેળવી લેતા. જે બાદ મહિલા દરેક લોકોને ફોન કરીને તેમને પ્રેમ જાળમાં ફસાવવા વાતો કરતી. ત્યારે જો કોઈ ઉદ્યોગપતિ પ્રેમજાળમાં ફસાઈ જાય તો તેને ટાર્ગેટ બનાવાનો પ્લાન તૈયાર કરતા. જે બાદ ઉદ્યોગપતિને મહિલા અજાણીએ જગ્યાએ બોલાવતી. પછી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લેતા. 

હનીટ્રેપ કરતી ગેંગની ચૂંગાલમાં ફસાયા બાદ સમાજમાં બદનામીના ડરે અમુક લોકો પૈસા આપી દેતા. પરંતુ ભરતભાઈએ હિંમત કરીને પોલીસ ફરિયાદ કરી દેતાં આ હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ થઈ ગયો છે. ત્યારે આ હનીટ્રેપ ગેંગના લોકોએ ભરતભાઈ ઉપરાંત કેટલાં લોકોને ટાર્ગેટ કર્યા છે. તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news