ચૂંટણીમાં કોનું પત્તું કપાશે, કોની લોટરી લાગશે તે આજે ખબર પડી જશે

ચૂંટણીમાં કોનું પત્તું કપાશે, કોની લોટરી લાગશે તે આજે ખબર પડી જશે
  • તમામ વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. ટેકેદારોને પણ દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના અપાઈ
  • સુરતમાં વોર્ડ નંબર 5માં ભાજપાના ઉમેદવારોમાં હોડ લાગી છે. 6 મજબૂત ઉમેદવારોએ આ વોર્ડ પર દાવેદારી કરી

બ્રિજેશ દોશી/અમદાવાદ :આજે સાંજ સુધીમાં જાહેર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. ભાજપ (BJP) ના ઉમેદવારોમાં કોનું પત્તું કપાશે, કોની લોટરી લાગશે તે આજે ખબર પડી જશે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બઠકમાં ઉમેદવારો પર મહોર લાગી ગઈ છે. 6 મનપા માટે ઉમેદવારોના નામ પર મહોર લાગી ચૂકી છે. 3 દિવસની બેઠકમાં ઉમેદવારો પસંદ કરવા મંથન કરાયું છે. મહત્વની બેઠકમાં તમામ ઉમેદવારો અંગે ચર્ચા કરાઈ છે. પ્રદેશ અધ્યક્ષ, CM, Dy.CM અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોની હાજરીમાં ઉમેદવારો અંગે ચર્ચા થઈ છે. તમામ વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. ટેકેદારોને પણ દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના અપાઈ છે. કોરા મેન્ડેટ પણ કમલમ પહોંચી ચૂક્યા છે. ઉમેદવારોના નામે જાહેર થયા બાદ શહેર સંગઠનમાં મોકલાશે. નોંધનીય છે કે, ભાજપે 60થી વધુ વર્ષના દાવેદારો અને 3 ટર્મથી ચૂંટણી (Local Body Polls) લડતા દાવેદારોને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ભાજપ યુવાનોને તક આપે તેવી પૂરી શક્યતા છે. ત્યારે આજે સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. 

અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના નકકી મનાતા ઉમેદવારો
ઉમેદવારોની સત્તાવાર જાહેરાત બપોર સુધીમાં થશે. ત્યારે અમદાવાદ (Ahmedabad) મનપામાં કૌશિક જૈનને સંભવિત ટિકિટ માટે દાવેદાર ગણાય રહ્યાં છે. તો આ સાથે જ રશ્મિ શાહ, જતીન પટેલ, દિગંત ભટ્ટ, હિતેશ બારોટ, દિનેશ ડાભી અને જૈનિક વકીલ પણ સંભવિત ઉમેદવારોના નામમાં આગળ છે. આજે બપોર બાદ ભાજપ તમામ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની જાહેરાત કરશે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 60 ટકાથી વધુ નવા ચહેરા જોવા મળી શકે તેવી શક્યતા છે. ત્રણેય નિયમોના ચુસ્ત અમલને કારણે 30થી વધુ સિનિયર કોર્પોરેટરના પત્તા કપાશે તે પણ નક્કી છે. 

ભત્રીજી સોનલ મોદીએ કાકા નરેન્દ્ર મોદી પાસેથી ચૂંટણી લડવા ટિકીટ માંગી, આજે પિક્ચર થશે ક્લિયર 

  • કૌશિક જૈન
  • રશ્મિ શાહ
  • જતીન પટેલ
  • દિગંત ભટ્ટ
  • હિતેશ બારોટ
  • દિનેશ ડાભી
  • જૈનિક વકીલ

કોમી એકતાનું મોટું ઉદાહરણ, એક મંડપમાં હિન્દુ યુવતી ફેરા ફરી, તો બીજા મંડપમાં નિકાહ પઢાવાયા 

સુરતમાં એક જ વોર્ડમાં ઉમેદવારોની હોડ લાગી 
સુરતમાં વોર્ડ નંબર 5માં ભાજપાના ઉમેદવારોમાં હોડ લાગી છે. 6 મજબૂત ઉમેદવારોએ આ વોર્ડ પર દાવેદારી કરી છે. પોતાની દાવેદારી પાકી કરવા ઉમેદવારોની છેલ્લી ઘડીની દોડધામ ચાલી રહી છે. આ વોર્ડમાં મનહર વોરા, મહેન્દ્ર દેસાઈ ,કેતન દેસાઈએ, ધર્મેશ કાકડિયા, સંજય શેઠા, મનસુખ નાકરાનીએ દાવેદારી કરી છે. તમામ ઉમેદવારો ટિકિટ માટે પ્રમુખ અને મંત્રીને ભલામણ કરી ચૂક્યા છે. ત્યારે હવે કોના નામની લોટરી લાગે છે કે, પછી પક્ષ કોઈ નવા ચહેરાને જ સ્થાન આપે છે તે જોવું રહ્યું. ટિકિટને અંગે સુરતમાં મોટો વિવાદ થાય તેવી શકયતા દેખાઈ રહી છે. 

કોંગ્રેસ પણ આજે યાદી જાહેર કરે તેવી શક્યતા 
તો બીજી તરફ, ગુજરાત કોંગ્રેસ (gujarat congress) આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરશે. સાંજ સુધીમાં જાહેર કોંગ્રેસ 6 મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. નીરિક્ષકોએ યાદી તૈયાર કરી, પ્રદેશ પ્રમુખ તેના પર અંતિમ મહોર મારશે. કોંગ્રેસે અગાઉની બે યાદીમાં આપી છે, જેમાં યુવાનોને વધુ તક આપી છે. તો અમદાવાદ મનપા માટે કોંગ્રેસે નો રિપિટ થિયરી અપનાવી છે. જાહેર કરાયેલા 38માંથી 4 ઉમેદવારને જ રિપીટ કરાયા છે. 18 SC-OBC, 11 પટેલ, 4 વણિક ઉમેદવારોને ટિકિટ આપી છે. તો 2 સોની, 1 બ્રાહ્મણ તથા 1 ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news