કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે: CM વિજય રૂપાણી
Trending Photos
પોરબંદર : મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રમેશભાઇ ઓઝા(ભાઇશ્રી)ની પ્રેરણાથી પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં કાર્યાન્વિત કરાયેલી ઓક્સિઝન ટેન્કથી પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે ઑક્સિજન મેળવવામાં રાહત થશે. કોરોના હજી ગયો નથી આપણે કોરોના પ્રોટોકોલ માસ્ક સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીએ કોરોનાને હરાવીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર રમેશ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનુ લોકાર્પણ સંપન્ન કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર સાંદિપની ગુરકુળના પ્રણેતા ભાઇ રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી કાર્યાન્વિત કરાયેલી ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓકસીજનની ટેન્કનુ લોકાર્પણ ભાઇના હસ્તે કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનુ મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે. ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં સફળતા મેળવી છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સેવા સંસ્થાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ. ભાઇ રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર ક્ષમતાની રૂપીયા ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કનુ નિમાર્ણ થયુ તે અંગે મુખ્યમંત્રીએ ભાઇનો આભાર વ્યક્ત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લામાં ઓકસીજન સપ્લાય મેળવવામાં રાહત થશે તેમ જણાવ્યુ હતું.
ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેરના મુકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે તેમ પણ મુખ્યમંત્રએ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના હજી ગયો નથી. આપણ સૌ એ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરે નું પાલન કરીને કોરીનાને હરાવવાનો છે. આ પ્રસંગે પ્રસિધ્ધ કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ કરવામા આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશકેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ, ભાઇએ પોરબંદર ખાતે દાતાઓના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપની ના સૌ સાધકો અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે