Assam: અસમને પસંદ આવ્યો વિકાસનો માર્ગ, આંદોલન, આતંકવાદ અને શસ્ત્રો છોડીને આગળ વધ્યું રાજ્યઃ અમિત શાહ
અસમના પ્રવાસે પહોંચેલા અમિત શાહે કહ્યુ કે, અસમમાં બીજીવાર ભાજપની સરકાર બની છે. અસમમાં બીજીવાર ભાજપની સરકાર બનવાનો મતલબ છે કે અસમે આંદોલન, આતંકવાદ અને હથિયાર ત્રણેયને હંમેશા માટે છોડી વિકાસના રસ્તા પર જવાનું નક્કી કર્યું છે.
Trending Photos
ગુવાહાટીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસ પર છે. રવિવારે શાહે અસમમાં ઘણી મુખ્ય યોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ છે. અસમની રાજધાની ગુવાહાટીમાં કોવિડથી જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનોને કેન્દ્રીય ગૃહમંત્રીએ એક-એક લાખ રૂપિયાના ચેક પ્રદાન કર્યા છે. એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યુ કે, અસમમાં બીજીવાર ભાજપની સરકાર બની છે. અસમમાં બીજીવાર ભાજપની સરકાર બનવાનો મતલબ છે કે અસમે આંદોલન, આતંકવાદ અને હથિયાર ત્રણેયને હંમેશા માટે છોડી વિકાસના રસ્તા પર જવાનું નક્કી કર્યું છે. શાહે કર્યુ કે, જે પ્રકારે પાંચ વર્ષમાં સર્બાનંદ સોનોવાલ અને હિમંત બિસ્વા સરમાની જોડીએ સરકાર ચલાવી છે. અસમની જનતાએ વિકાસનો રસ્તો પસંદ કર્યો અને તેનું પરિણામ છે કે હિમંતા બિસ્વા સરમા ફરીથી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ભાજપ અસમની ભાષા તેના વારસા અને તેની જૈવિક સંસ્કૃતિની રક્ષા અને સંરક્ષણ કરવા ઈચ્છે છે. ભાજપનું માનવું છે કે ભાષાઓ, બોલીઓ, વ્યંજન અને આવા અન્ય લક્ષણ ભારતના રત્ન છે અને આપણે તેને સંરક્ષિત કરવાની જરૂર છે.
Since independence, not once have five ministers from North East been selected in Cabinet. This was done for 1st time in PM Modi's Cabinet. This shows where North East stands in BJP & PM Modi's priorities. We want to increase North East's contribution in development: HM Amit Shah pic.twitter.com/AkS3SKauhV
— ANI (@ANI) July 25, 2021
હાલમાં કેન્દ્રમાં થયેલા કેબિનેટ વિસ્તાર પર બોલતા શાહે કહ્યુ કે, આ અભૂતપૂર્વ છે કે સરકારના મંત્રીમંડળમાં પાંચ મંત્રી પૂર્વોત્તર ભારતથી આવે છે. પીએમ મોદીએ પૂર્વોત્તરમાં નવા વિકાસના રોડની શરૂઆત કરી છે. તેમણે સાત વર્ષોમાં 35 વખત આ ક્ષેત્રનો પ્રવાસ કર્યો છે. કોઈ અન્ય પીએમે આટલી વાર આ ક્ષેત્રની યાત્રા કરી નથી.
આ પણ વાંચોઃ Telangana: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું હજાર સ્તંભવાળુ કાકતીય રૂદ્રેશ્વર મંદિર
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં બોડોલેન્ડ સમજુતી થઈ છે. અમે સમજુતીની 90 ટકા શરતો પહેલા આપી ચુક્યા છીએ. સાથે કહ્યુ કે, મોદી સરકારમાં થયેલી સમજુતી હેઠળ પૂર્વોત્તમાં 2100થી વધુ લોકોએ પોતાના હથિયાર છોડ્યા છે. મોદી સરકારના કામકાજે અસમ માટે એક નેરેટિવ બદલી દીધુ છે. તેને વિકાસ માટે વિદ્રોહની જરૂર નથી, તેણે માત્ર સહયોગ પ્રદાન કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે