હાઈકોર્ટમાં સુનાવણી :એડવોકેટ એસોસિએશને કહ્યું-સરકારે કેસના આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટે (gujarat highcourt) એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ. 

હાઈકોર્ટમાં સુનાવણી :એડવોકેટ એસોસિએશને કહ્યું-સરકારે કેસના આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું
  • શાલીન મહેતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, કોરોનાના rtpcr ટેસ્ટ 23 એપ્રિલથી 1.89 લાખ હતા, તે ઘટીને 1.38 થયા
  • તેમણે કહ્યું, ગઈકાલે મને એક કોલ આવ્યો હતો કે ધન્વંતરિ હોસ્પિટલમાં લંચ છેક સાંજે 4:00 વાગે આપવામાં આવ્યું હતું

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે રાજ્યની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટે (gujarat highcourt) એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ. 

આ પણ વાંચો : ક્યાંયથી પણ ઓક્સિજન નથી મળતુ, તો આ મશીનથી હવે ઘરે જાતે હવામાંથી ઓક્સિજન બનાવો

એડવોકેટ એસોસિયેશનના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ કે, રાજ્યમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ છે. સાયલામાં ઓક્સિજન અને આઇસીયું સાથેની હોસ્પિટલ નથી. RTPCR રિપોર્ટ માટે 3 થી 4 દિવસ સુધી રાહ જોવી પડે છે. કલેક્ટરે સરકારી કર્મચારીઓને પ્રથમ સારવાર આપવાનો તઘલખી નિર્ણય કરેલો છે. તો બીજી તરફ, 45 વર્ષથી ઉપરની વયના લોકોને અચાનક વેક્સીન (vaccination) આપવાનું બંધ કરી દેવામાં આવ્યું તેની પાછળનું કારણ સમજ નથી પડતી. માત્ર પ્રેસનોટ મારફતે લોકોને જાણ કરી દેવામાં આવી છે. વેક્સીનેશનને લઈને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચતી નથી. ક્યારે મળશે અને કેવી રીતે મળશે તેની માહિતી સરકાર પાસે પણ નથી. 

સાથે જ ઓક્સિજનની ઓક્સિજનના જથ્થા (oxygen crises) વિશે પણ એસોસિયેશને રજૂઆત કરી કે, ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે તેની માહિતી સરકાર પાસે પણ નથી. 45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન બાકી છે, છતાં હાલ તેમને વેક્સિન આપવાની બંધ કરી દેવામાં આવી છે. 

શાલીન મહેતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, કોરોનાના rtpcr ટેસ્ટ 23 એપ્રિલથી 1.89 લાખ હતા, તે ઘટીને 1.38 થયા છે  આંકડા ઘટાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે. ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ગઈકાલે મને એક કોલ આવ્યો હતો કે ધન્વંતરિ હોસ્પિટલમાં લંચ છેક સાંજે 4:00 વાગે આપવામાં આવ્યું હતું. 

તો હાઇકોર્ટ સમક્ષ શાલીન મહેતાએ કહ્યું કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે. આ માટે સરકારે લોકડાઉન મૂકવું જોઈએ. નબળા વર્ગના લોકો માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. આવનારા દિવસોમાં લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગંભીર દર્દીઓની હાલત ખરાબ છે. હોસ્પિટલો કહી રહી છે કે, ઓક્સિજન નહિ મળે, દાખલ થવું હોય તો થાવ. હોસ્પિટલમાં સફાઈ પણ કરાતી નથી. બોપોરનું જમવાનું સાંજે 4 વાગ્યે મળે છે. ધન્વંતરિ રથની કામગીરી માટે જાહેરાતો થઈ, પણ સંતોષકારક કામગીરી નથી થઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news