Corona: Delhi માં 72 લાખ રાશન કાર્ડ હોલ્ડર્સને વિના મૂલ્યે રાશન મળશે, સીએમ કેજરીવાલની જાહેરાત
કોરોના (Corona) મહામારીમાં જનતાને રાહત આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Corona) મહામારીમાં જનતાને રાહત આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે દિલ્હીમાં 72 લાખ રાશનકાર્ડ હોલ્ડર્સને મફત રાશન આપવામાં આવશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે આ ફ્રી રાશન આગામી 2 મહિના સુધી આપવામાં આવશે. તેનો અર્થ એ નથી કે લોકડાઉન આગામી બે મહિના સુધી વધારવામાં આવ્યું છે. આ જાહેરાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે ગરીબોના કામ ધંધા બંધ થઈ ગયા છે. તેમને આ મહામારીના સમયમાં સરકાર તરફથી થોડી મદદ થઈ શકે.
All autorickshaw drivers and taxi drivers in Delhi will be given Rs 5000 each by Delhi govt so that they get a little help during this financial crisis: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/CzqLlNlt9A
— ANI (@ANI) May 4, 2021
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે દિલ્હીમાં જેટલા પણ ઓટો અને ટેક્સી ચાલકો છે તેમને 5 હજાર રૂપિયાની મદદ કરશે. તેમણે કહ્યું કે આ ખુબ કપરો સમય છે. બીજી લહેર ખુબ ખતરનાક છે. ચારેબાજુ દુખ છે. બધાને વિનંતી છે કે એકબીજાની મદદ કરો.
તેમણે તમામ પાર્ટીઓને પણ અપીલ કરી કે મહામારીના આ સમયમાં તેઓ રાજનીતિ ન કરે અને જનતાની મદદ માટે હાથ લંબાવે. તેમણે કહ્યું કે આ લડત આપણા બધાની છે. આથી તેની સામે મળીને લડવું પડશે. તેમણે અપીલ કરી કે બધા ધર્મના લોકો એકબીજાની મદદ માટે આગળ આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે