ધોરણ 12ની પરીક્ષા કેવી રીતે લેવાશે, પ્રશ્નો કેવા હશે? આ રહી સઘળી માહિતી
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ધોરણ 12ની પરીક્ષા કેવી રીતે લેવાશે તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. ત્યારે આ મામલે રાજ્ય સરકાર સતત વિચારવિમર્શ કરી રહી છે. ત્યારે સૂત્રો દ્વારા જાણ્યા અનુસાર, આ સંદર્ભે રાજ્ય સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધોરણ 12 ની પરીક્ષા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વૈકલ્પિક અને ટૂંકા જવાબને આધારે પરીક્ષા લઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય રીતે લેવાતી પરીક્ષાની રીતે પરીક્ષા લેવા જાય તો ત્રણ કલાકનો સમય જોઈએ. જોકે વૈકલ્પિક અને ટૂંકા પ્રશ્નોના પરીક્ષા પદ્ધતિમાં 90 મિનિટમાં પરીક્ષા આપવાની રહે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને બંને વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યનો શિક્ષણ વિભાગ વિકલ્પ પસંદ કરશે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ની પરીક્ષા લેતા પહેલા 15 થી 20 દિવસનો સમયગાળો વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે