Munmun Dutta ના માર્ગ પર ચાલી Yuvika Chaudhary, કરી આ ભૂલ; ઉઠી ધરપકડની માંગ
તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) 'બબીતા જી' એટલે કે 'મુનમુન દત્તા'નો (Munmun Dutta) એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ધરપકડની માંગ કરી હતી
Trending Photos
નવી દિલ્હી: તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) 'બબીતા જી' એટલે કે 'મુનમુન દત્તા'નો (Munmun Dutta) એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ધરપકડની માંગ કરી હતી. આ કેસ એટલો વધી ગયો હતો કે અભિનેત્રી સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેત્રીએ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે આવી જ માંગ અભિનેત્રી યુવિકા ચૌધરી (Yuvika Chaudhary) માટે પણ ઉઠી રહી છે.
જાતિસૂચક શબ્દનો યુવિકા ચૌધરી કર્યો ઉપયોગ
યુવિકા ચૌધરીએ તાજેતરમાં એક વીડિયો બ્લોગ બનાવ્યો હતો જેમાં તેણે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રી પર ગુસ્સે છે. લોકો યુવિકાને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. યુવિકા સામે ટ્વિટર પર અરેસ્ટેડ યુવિકા ચૌધરી (#ArrestYuvikaChoudhary) ટ્રેન્ડ કરી રહ્યું છે.
She is another of #Casteist_Termites. Pest control has become necessary. #ArrestYuvikaChoudhary
— Dilip Mandal (@Profdilipmandal) May 25, 2021
માફી માંગવા માટે કર્યું ટ્વીટ
યુવીકા ચૌધરીના (Yuvika Chaudhary) આ વીડિયો પર લોકો ટ્વીટ કરીને માફી માંગવાની સાથે તેમની ધરપકડની પણ માંગ કરી રહ્યા છે. આ વાત ટ્રેન્ડમાં આવતાની સાથે જ તે યુવિકાએ માફી માંગી. યુવિકાએ એક ટ્વીટમાં લખ્યું છે કે તે શબ્દનો અર્થ જાણતી નથી અને આ કારણે જો કોઈની લાગણી દુભાય તો તેણે માફી માંગું છું.
આ પણ વાંચો:- Happy Birthday Karan Johar: આ કારણથી અત્યાર સુધી કુંવારા છે Karan Johar, એક તરફી પ્રેમમાં તૂટ્યું હતું દિલ
Hi guys I didn’t kw the meaning about that word wt I used in my last vlog I didn’t mean to hurt anyone and I can never do that to hurt someone I apologise to each n every one I hope you understand love you all
— Yuvika Choudhary (@yuvikachoudhary) May 25, 2021
યુવિકાએ માંગી માફી
યુવિકા ચૌધરીએ (Yuvika Chaudhary) એક ટ્વીટમાં લખ્યું છે, 'હેલો મિત્રો, મારા છેલ્લા વીડિયો લોગમાં મેં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તેનો ચોક્કસ અર્થ મને ખબર નહોતી. મારો હેતુ કોઈને દુ:ખ પહોંચાડવાનો નહોતો. હું કોઈને પરેશાન કરવાનું કામ નથી કરી શકતી. હું દરેક વ્યક્તિની માફી માંગું છું. હું આશા રાખું છું કે તમે બધા મારી વાત સમજી શકશો. બધાને પ્રેમ.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે