ગુજરાત સરકારે કર્મચારીઓને આ સમાચાર આપી ખુશ કરી દીધા! દિવાળીની જાહેર રજા પર મોટી જાહેરાત

Gujarat Government : રાજય સરકારની કચેરીઓમાં ૧ નવેમ્બરે શુક્રવારની રજા જાહેર કરાઈ... સરકારી કર્મચારીઓને સળંગ ૪ દિવસની રજાનો લાભ મળશે... 1 નવેમ્બરના વિકલ્પે 9 નવેમ્બરે શનિવારે કચેરીઓ ચાલુ રહેશે

ગુજરાત સરકારે કર્મચારીઓને આ સમાચાર આપી ખુશ કરી દીધા! દિવાળીની જાહેર રજા પર મોટી જાહેરાત

Government Employyes ગાંધીનગર : દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારી કર્મચારીઓ માટે દિવાળી બાદ પડતર દિવસ પર જાહેર રજા જાહેર કરાઈ છે. શુક્રવાર 1 નવેમ્બરના રોજ પડતર દિવસે જાહેર રજા રહેશે. 1 નવેમ્બરની રજાના કારણે 9 નવેમ્બર શનિવારે સરકારી કામકાજ ચાલુ રહેશે. આમ, દિવાળીના પાંચ દિવસ સળંગ રજા રહેશે. સરકારી કર્મચારીઓને દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ અને ભાઈબીજની રજા રહેશે.

ગુજરાત સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ જાહેરનામાથી કેલેન્ડર વર્ષ, ૨૦૨૪ માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે; તે મુજબ તા. ૩૧/૧૦/૨૦૨૪, ગુરૂવારના રોજ દિવાળીની જાહેર રજા, તા. ૦૨/૧૧/૨૦૨૪, શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. ૦૩/૧૧/૨૦૨૪ના રોજ રવિવાર / ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે; જ્યારે આ રજાઓ વચ્ચે તા. ૦૧/૧૧/૨૦૨૪, શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે. 

દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા.૦૧/૧૧/૨૦૨૪, શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં તા.૦૯/૧૧/૨૦૨૪ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે. આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ની જોગવાઇઓ હેઠળ જાહેર કરેલ નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news