Gujarat Exit Poll 2024: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? પણ BJP ઉમેદવારની લીડ કાપશે
Gujarat Exit Poll Result 2024: EXIT POLLના આંકડા સામે આવી રહ્યા છે. ZEE 24 કલાક પર જુઓ ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? વિપક્ષે એવી કઈ બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી છે. સૌથી પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL માં દેખાડી રહ્યા છીએ. જુઓ ZEE 24 કલાક પર જુઓ EXIT POLL Live
Trending Photos
Gujarat Lok Sabha Exit Poll Result: Zee 24 Kalak પર EXIT POLLના આંકડા સામે આવી રહ્યા છે. ZEE 24 કલાક પર જુઓ ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? વિપક્ષે એવી કઈ બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી છે. સૌથી પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL માં દેખાડી રહ્યા છીએ. જુઓ ZEE 24 કલાક પર જુઓ EXIT POLL Live.
EXIT POLLના આંકડા પ્રમાણે ભરૂચમાં AAPના ચૈતર વસાવા નહીં જીતી શકે. જી હા... ભરૂચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કરીને ભરૂચની સીટ આપને આપી હતી. પરંતુ EXIT POLLના આંકડા પ્રમાણે મોટા ભડાકો થયો છે. આ સિવાય ભાવનગરમાં AAPના ઉમેશ મકવાણા પણ હારશે. ભરૂચમાં મનસુખ વસાવા સાતમી વખત જીતશે. આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ હારશે.
તેવી રીતે બનાસકાંઠા બેઠક ભાજપ માટે માથાનો દુખાવો બની હતી. પરંતુ EXIT POLLના આંકડા પ્રમાણે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર રેખાબેન સામે હારશે. જી હા... પરંતુ એ વાત ચોક્કસ છે કે ગેનીબેન ઠાકોર ભાજપના ઉમેદવારની લીડ કાપશે પણ સીટ હારશે.
એ જ રીતે અમિત ચાવડા પણ ભાજપના ઉમેદવારની લીડ કાપશે અને સીટ હારશે. સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા પણ હારશે. જામનગરમાં જે. પી. મારવિયા પૂનમ માડમની લીડ કાપશે. જૂનાગઢમાં કોંગ્રેસના હીરાભાઈ ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાની લીડ કાપશે.
મહત્વનું છે કે, EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે. 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 સાકાર થશે. EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે