Loksabha election : લોકસભાની ચૂંટણીમાં નીતિન કાકાની એન્ટ્રી, ભાજપની જીતને લઈને આપ્યું મોટું નિવેદન

Nitin Patel : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈને આપ્યું આ નિવેદન 

Loksabha election : લોકસભાની ચૂંટણીમાં નીતિન કાકાની એન્ટ્રી, ભાજપની જીતને લઈને આપ્યું મોટું નિવેદન

Gujarat Government : ભુપેન્દ્ર પટેલની સરકારીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નીતિન પટેલે હવે જાહેર જીવનમાં ઓછા દેખાય છે. સ્પષ્ટ વક્તા નીતિન પટેલ જ્યારે પણ બોલે છે બેધડક બોલે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા નીતિન કાકાની એન્ટ્રી થઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને નીતિ પટેલે નિવદેન આપ્યું કે, આગામી લોકસભામાં ફરીથી 26 માંથી 26 સીટ ભાજપને જીતશે. 

2024ના લોસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ એક્ટિવ બની છે. અમદાવાદમાં આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ રહી છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વિનોદ તાવડે ઉપસ્થિત રહ્યાં છે. સી આર પાટીલ કારોબારીની શરૂઆત કરાવી છે. તે પહેલા બેઠકમાં પ્રધાનમંત્રી મોદીના મનકી બાત પુસ્તકનું વિમોચન કરાયું. મનકી બાતના 100 એપિસોડ લિખિત સંવાદ સતમ પુસ્તકનું લોકર્પણ કરાયું. પ્રદેશ કારોબારીને લઇ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક ખુબ મહત્વની છે. સરકારે કરેલા કામો કઈ રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટેની ચર્ચા આ બેઠકમાં થશે. તમામ સાંસદો,  ધારાસભ્યો અને સભ્યો આ બેઠકમાં હાજર રહેશે. 

તો લોકસભાની ચૂંટણી અંગે નીતિન પટેલે કહ્યું કે, આગામી લોકસભામાં ફરીથી 26 માંથી 26 સીટ ભાજપને જીતશે. આ ઉપરાંત બાગેશ્વર ધામના મુદે તેઓએ કહ્યું કે, બાબા બાગેશ્વને મેં ટીવીના માધ્યમથી અનેક વખત જોયા છે. બાગેશ્વર મુદ્દે પરિચય છે, આ મુદે મને અંગત રસ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news