વિધાનસભાની વાતઃ વાવમાં આવખતે કોનો પડશે વટ? જાણો પરિવર્તન થશે કે પુનરાવર્તન
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ બનાસકાંઠા જિલ્લાની મહત્વની વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક એટલે વાવ વિધાનસભા બેઠક. અહીં હંમેશા કાંટાની ટક્કર જેવી રાજનીતિ રહી છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે. હાલ અહીંથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે દિલ્હીથી આવેલી આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. ત્યારે આ વખતે ચૂંટણીઓમાં તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની તો અહીં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પટેલે ગઈ ટર્મમાં વિજેતા બન્યા હતાં. જે આ વખતે પણ કોંગ્રેસે ફરી ગેનીબહેનને ટિકિટ આપીને રિપીટ કર્યાં છે. એવામાં ગેનીબહેનને હરાવવા માટે ભાજપે સ્વરૂપજી ઠાકોર અને આમ આદમી પાર્ટીએ ડો.ભીમ પટેલને ટિકિટ આપીને મેદાન-એ-જંગમાં ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે.
બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક એટલે વાવ વિધાનસભા બેઠક. અહીં હંમેશા કાંટાની ટક્કર જેવી રાજનીતિ રહી છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે. હાલ અહીંથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે. જેની સામે ભાજપે પણ ઠાકોર સમાજના જ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. અહીંથી શંકર ચૌધરી ધારાસભ્ય રહી ચુક્યા છે. જેઓ પૂર્વ આરોગ્યમંત્રી પણ હતા.
શું છે વાવના સમીકરણો?
વાવ વિધાનસભા બેઠક અંતર્ગત લગભગ 2 લાખ 39 હજાર 275 મતદારો છે. જેમાં 1 લાખ 26 હજાર 696 પુરુષ મતદારો છે. તો 1 લાખ 12 હજાર 579 મહિલા મતદારો છે. અહીં 281 મતદાન મથકો છે. અહીં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો મુખ્ય છે. એટલે આ બે સમાજ જેને સમર્થન આપે તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે
વિધાનસભા ચૂંટણીઓમાં વાવ બેઠકનો હિસાબઃ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
2012 શંકર ચૌધરી ભાજપ
2007 પરબત પટેલ ભાજપ
2002 હેમાજી રાજપૂત કોંગ્રેસ
1998 હેમાજી રાજપૂત કોંગ્રેસ
1995 પરબત પટેલ સ્વતંત્ર
1990 માવજીભાઈ પટેલ જનતાદળ
1985 પરબત પટેલ કોંગ્રેસ
1980 હેમાભાઈ પરમાર કોંગ્રેસ
1975 હેમાભાઈ પરમાર કોંગ્રેસ
1972 દોલતભાઈ પરમાર કોંગ્રેસ
1967 જે. પી પરમાર સ્વરાજ્ય પાર્ટી
2022માં શું થશે?
1967થી 2017 સુધીમાં યોજાયેલી 12 વિધાનસભા ચૂંટણીમાં 7વાર કોંગ્રેસનો, 2વાર ભાજપનો, જ્યારે અપક્ષ, સ્વતંત્ર પક્ષ અને જનતાદળનો એક-એકવાર વિજય થયો છે. આ વર્ષે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ તેમને ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને રીપિટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ ડૉક્ટર ભીમ પટેલને ટિકિટ આપી છે. એટલે આ વર્ષે અહીં હાઈપ્રોફાઈલ જંગ નક્કી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે