Gujarat Election 2022: ગોંડલની રાજનીતિ ગરમાઈ! અનિરુદ્ધસિંહે કહ્યુ, ‘હું કોંગ્રેસમાં નથી, ગોંડલ પૂરતું મારું કોંગ્રેસને સમર્થન’

Gujarat Election 2022: પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલની પ્રજાને અપીલ છે. મેં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી. અમે કોઇને છરી બતાવીને મત લીધો નથી. ગોંડલની પ્રજાને વિનંતી, મારી છેલ્લી ઈચ્છા છે કે તમે કોંગ્રેસને જીતાડો અને આ લોકોને હરાવો.

Gujarat Election 2022: ગોંડલની રાજનીતિ ગરમાઈ! અનિરુદ્ધસિંહે કહ્યુ, ‘હું કોંગ્રેસમાં નથી, ગોંડલ પૂરતું મારું કોંગ્રેસને સમર્થન’

Gujarat Election 2022, દિવ્યેશ જોશી/ રાજકોટ: વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલનું રાજકારણ ફરી ગરમાયુ છે. આજે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગોંડલમાં અનિરુદ્ધસિંહ અને પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની જૂની જોડી તૂટી છે. 

તેમણે જણાવ્યું છે કે, ગોંડલ બેઠક પર હું અને મારાં સમર્થકો કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરશું. મારાં અને મારાં પરિવાર સામે જયરાજસિંહ જાડેજા જેમ તેમ બોલે તે અમારા માટે સ્વમાનની લડાઈ છે. મારું દિલ તો ભાજપમાં જ છે અન્ય ભાજપના ઉમેદવારોને સમર્થન આપીશ, પણ ગોંડલ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડીશ.

ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાથી ખુબ જ દુઃખી છે અને તેનું પરિણામ આગામી 8 ડિસેમ્બરે જોવા મળશે. ગોંડલમાં પરિવર્તન છે તે નક્કી છે અને ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમે કે આ ચૂંટણીમાં ન હોવા છતાં જયરાજસિંહ જાડેજા અમારા પરિવારના ખોટી રીતના ટાર્ગેટ બનાવે છે.

આ પણ જુઓ વીડિયો:-

અનિરુદ્ધ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબની માફી માગું છું, હું ભાજપ સાથે જ છું પરંતુ ગોંડલ પૂરતો હું કૉંગ્રેસને સમર્થન કરીશ. અમારા સન્માનની વાત આવી છે, મારા પિતાને તું તારી કરે છે, હવે સ્વમાનની લડાઈ છે, ગોંડલના લોકોને એમ છે કે રીબડા વાળા ડરી ગયા, જયરાજને હરાવશું એ તમને ખાતરી આપુ છું. હું કોંગ્રેસમાં નથી પણ ગોંડલ પૂરતું મારું કોંગ્રેસને સમર્થન છે.

તેમણે ઉમેર્યું હતું કે, જયરાજસિંહ જુગારની ક્લબો ચલાવતા હતા, પોલીસ પણ હપ્તા લેવા જતી હતી. 8 તારીખે જયરાજસિંહની તાનાશાહીનો અંત આવશે. સહદેવ સિંહ જાડેજાને પણ જયરાજસિંહ અને એના છોકરા ધમકી આપી આવ્યા છે, બિહાર અને યુપી જેવી દાદાગીરી જયરાજસિંહ અને એના છોકરાની છે.

મહીપતસિંહ જાડેજાનું નિવેદન
પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલની પ્રજાને અપીલ છે. મેં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી. અમે કોઇને છરી બતાવીને મત લીધો નથી. ગોંડલની પ્રજાને વિનંતી, મારી છેલ્લી ઈચ્છા છે કે તમે કોંગ્રેસને જીતાડો અને આ લોકોને હરાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news