સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આદતની જેમ જીવનનો ભાગ બનાવો : શિવાનંદ ઝા

લોકડાઉનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ફોર વ્હીલરમાં 2 જણા અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો વાહન જપ્ત કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને જીવનનો ભાગ બનાવો. પોલીસ પર હુમલાના સુરેન્દ્રનગરના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં બે આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આદતની જેમ જીવનનો ભાગ બનાવો : શિવાનંદ ઝા

હિતલ પારેખ/ગાંધીનગર :લોકડાઉનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ફોર વ્હીલરમાં 2 જણા અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો વાહન જપ્ત કરવામાં આવશે. અત્યાર સુધી 1 લાખ 33 હજાર વાહનો મુક્ત કરવામાં આવ્યા, જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને જીવનનો ભાગ બનાવો. પોલીસ પર હુમલાના સુરેન્દ્રનગર ના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ ગુનામાં બે આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે.

રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત

માસ્કને જીવનનો એક ભાગ બનાવો 
લોકોને અપીલ છે કે, શક્ય તેટલુ ઓછુ બહાર નીકળો, અતિઅનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાનું થાય તો માસ્કનો ઉપયોગ કરો. ઘરે ઉપલબ્ધ રૂમાલ, કપડાથી પણ મોઢુ ઢાંકી શકાય છે. જ્યા જાઓ ત્યા સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને એક આદતની જેમ જીવનનો ભાગ બનાવો. કોરોના સંક્રમણ વધુ છે ત્યાં કોર્ડન કરીને તકેદારી અને સઘન બંદોબસ્ત કરાયો છે. જ્યા હાલ કેસ ઓછા છે તેવા ગ્રીન ઝોનમાં લોકોને સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ. લોકોએ જાગૃત થઈને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવુ જોઈએ. સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરો અને બીજા પાસેથી પણ પાલન કરાવો. ગઈકાલે 100 નંબર પર આવી ફરિયાદો મળી છે, જેના પરથી કુલ 43 ગુના દાખલ કરીને કાર્યવાહી કરી છે. 

શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, જ્યાં સંક્રમણ વધુ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે લૉકડાઉન દરમિયાન આપેલી છૂટછાટ રદ કરી શકાય છે. તે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એક કંપની ફાળવવામાં આવી છે. તો પોલીસ પર થયેલા હુમલા અંગે વિગતો આપતા તેમણે કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં  તારીખ 25 એપ્રિલના રોજ જીઆરડી જવાન ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે.

  • ડ્રોનને આધારે ગઈકાલે 306 ગુના નોંધાયા 
  • સીસીટીવીના આધારે ગઈકાલે 74 ગુનો નોંધાયા
  • સોશિયલ મીડિયા મોનિટરીંગના આધારે ખોટી માહિતી કે અફવાના આધારે 19 ગુના નોંધાયા, તો 
  • લોકડાઉનમા અત્યાર સુધી કુલ 544 ગુના નોંધાયા છે
  • ગઈકાલે સોશિયલ મીડિયાના 14 એકાઉન્ટ બંધ કરાયા છે. 
  • અત્યાર સુધી કુલ 96 એકાઉન્ટ બંધ કરાયા
  • વીડિયોગ્રાફીના આધારે ગઈકાલે 133 ગુના નોંધાયા. 
  • જાહેરનામા ભંગ 2630 ના ગુના નોંધાયા 
  • રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 60 હજારથી વધુ ગુનાઓ લોકડાઉન પિરીયડમાં નોંધાયા છે 
     

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news