Covid 19: ગુજરાત માટે રાહતના સમાચાર, કેસ અને મૃત્યુમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો

કોરોના સંકટનો સામનો કરી રહેલા ગુજરાતને હવે વાયરસથી રાહત મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો મૃત્યુઆંક પણ ઘટવા લાગ્યો છે. 

Covid 19: ગુજરાત માટે રાહતના સમાચાર, કેસ અને મૃત્યુમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો

ગાંધીનગરઃ કોરોનાના કહેર બાદ ગુજરાત માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 81 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 342 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 લાખ 59 હજાર 754એ પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 9202 દર્દીઓના મોત થયા છે. 

રિકવરી રેટ વધીને 85.68 ટકા થયો
રાજ્ય માટે સારા સમાચાર તે છે કે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 932 લોકોએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધી 650932 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ પણ એક લાખની નીચે પહોંચી ગયા છે. ગુજરાતના આજની તારીખે એક્ટિવ કેસ 99620 છે. જેમાં 762 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આમ રાજ્યનો રિકવરી રેટ વધીને 85.68 ટકા થઈ ગયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2338 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 455, સુરત શહેરમાં 356, વડોદરા ગ્રામ્ય 246, જૂનાગઢ 219, જામનગર શહેર 192, પંચમહાલ 185, આણંદ 164, ગીર સોમનાથ 164, જૂનાગઢ શહેર 163, સુરત ગ્રામ્ય 162, રાજકોટ ગ્રામ્ય 160, ભરૂચ 150, અમરેલી 139, મહેસાણા 133, ખેડા 137, મહીસાગર 130, રાજકોટ શહેરમાં 119 કેસ સામે આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 11 લોકોના મોત થયા છે. તો વડોદરા શહેરમાં ચાર, સુરત શહેરમાં 6, વડોદરા ગ્રામ્ય 4, જૂનાગઢ 4, જામનગર શહેર 3, પંચમહાલમાં 2, સુરત ગ્રામ્યમાં 4, રાજકોટ ગ્રામ્યમાં 4, રાજકોટ શહેરમાં 4, અમરેલી અને ખેડામાં બે-બે દર્દીઓના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news