PM મોદીએ કોવિડ-19 પર દેશના ડોક્ટરો સાથે કરી વાત, તેમના સૂચનો અનુભવો જાણ્યા

પ્રધાનમંત્રીએ આજે કોરોના પર દેશના વિવિભ ભાગના ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર, નોર્થ ઈસ્ટથી લઈને દેશભરના ડોક્ટરો સામેલ થયા હતા. 

PM મોદીએ કોવિડ-19 પર દેશના ડોક્ટરો સાથે કરી વાત, તેમના સૂચનો અનુભવો જાણ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશભરના ડોક્ટરો પાસે કોવિડ-19 પર તેમની સલાહ અને અનુભવો વિશે જાણ્યુ હતુ. સમાચાર એજન્સી પ્રમાણે પીએમ મોદીએ કોવિડ કેયરમાં લાગેલા ડોક્ટરોના સમૂહો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. 

આ દરમિયાન જમ્મુ-કાશ્મીર, નોર્થ ઈસ઼્ટ સહિત દેશભરના ડોક્ટર હાજર હતા. ડોક્ટરોએ આ ખતરનાક મહામારીનો સામનો કરવા દરમિયાન પોતાના અનુભવો કહ્યા અને પોતાના તરફથી સૂચન આપ્યા હતા. 

— ANI (@ANI) May 17, 2021

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત કોરોના સંકટ વચ્ચે મેડિકલ જરૂરીયાતોને જોતા નિષ્ણાંતો સાથે વાત કરી રહ્યાં છે. દેશને હવે કોરોનાથી થોડી રાહત મળતી દેખાઈ રહી છે કારણ કે ઘણા રાજ્યોમાં કડક નિયમોને કારણે નવા કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. 

આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર કામ કરી રહી છે જેથી મહામારીનો મુકાબલો કરી શકાય. પરંતુ વેક્સિનની કમીને કારણે દેશમાં વેક્સિનેશનની ગતિ પર અસર પડી છે. 

એક દિવસમાં 2.81 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 2,49,65,463 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં કોરોનાથી 3,78,741 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા  2,11,74,076 થઈ છે. જો કે મોતનો આંકડો ચિંતાજનક છે. એક દિવસમાં કોરોનાએ 4106 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2,74,390 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,29,26,460 લોકોને રસી અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news