ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટેનું કોયડુ ઉકેલાયું, આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો

ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ની કમાન કોને સોંપવી તે મામલે છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી ચર્ચા થઈ, પરંતુ આ મુદ્દે હજી સુધી કોઈ નામ પર પૂર્ણવિરામ મૂકાયુ નથી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કોયડો હજી સુધી ઉકેલાયો નથી. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે (shaktisinh gohil) આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કરતા કહ્યુ કે, મારું નામ ચર્ચામાં છે, પણ મેં અપીલ કરી છે. 
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટેનું કોયડુ ઉકેલાયું, આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો

નવનીત લશ્કરી/રાજકોટ :ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ની કમાન કોને સોંપવી તે મામલે છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી ચર્ચા થઈ, પરંતુ આ મુદ્દે હજી સુધી કોઈ નામ પર પૂર્ણવિરામ મૂકાયુ નથી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કોયડો હજી સુધી ઉકેલાયો નથી. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે (shaktisinh gohil) આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કરતા કહ્યુ કે, મારું નામ ચર્ચામાં છે, પણ મેં અપીલ કરી છે. 

ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વ મુદ્દે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, પ્રભારીઓ બધા લોકોના મંતવ્ય જાણી નિર્ણય કરશે. મારું નામ ચર્ચામાં છે. પણ મેં અપીલ કરી છે કે હું જ્યાં કામ કરી રહ્યો છું મને ત્યાં જ જવાબદારી સોંપવામાં આવે. ટૂંક સમયમાં કોંગ્રેસના નવા પ્રમુખની જાહેરાત થશે. 

શક્તિસિંહ પાટીલે આજે રાજકોટ કોંગ્રેસના કાર્યકરો સાથે સ્નેહમિલન કર્યું. ચોટીલા માતાજીના દર્શન કરવા જતા પહેલા કાર્યકરોને મળ્યા હતા. સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડશે. ભાજપ સરકારે ટેક્સ ઘટાડી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડયા છે. અહંકાર સાથે ચાલતી ભાજપ સરકારે ટેક્સ ઘટાડી લોકોને થોડી રાહત આપી છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોએ ગિમિક માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાની જરૂર છે. 

હાર્દિક પટેલ સામે પક્ષના સિનિયર નેતાઓની નારાજગી
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે હાર્દિક પટેલ (Hardik Patel) નુ નામ ચર્ચામાં હતુ. આ મામલે દિલ્હી હાઈકમાન્ડમાં પણ ચર્ચા થઈ હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમા બેઠક યોજાઈ હતી. જેમાં સિનિયર નેતાઓએ હાર્દિક પટેલના નામ પર નારાજગી દર્શાવી હતી. જેના બાદ અન્ય નામો પર ચર્ચા થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news