જો કુંભાણી વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે, જાણો કોણે આપી ધમકી
Loksabha Election 2024:કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ધમકી આપતાં કહ્યું, જો નિલેશ કુંભાણી આવતી કાલે વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે. નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.
Trending Photos
Loksabha Election 2024: સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. જો કે, આ ઘટના બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા અને સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા એક બેઠક ભાજપના ખાતામાં આવી હતી.
સુરત કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ખુલ્લી ધમકી આપી છે. કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ધમકી આપતાં કહ્યું, જો નિલેશ કુંભાણી આવતી કાલે વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે. નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.
વોટ કરવા જશે તો ગદ્દારીનું યોગ્ય વળતર અપાશે: કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનરે નિલેશ કુંભાણીને આપી ધમકી#Gujarat #BreakingNews #Congress #LokSabhaElection2024 pic.twitter.com/VDv3RwGILT
— Zee 24 Kalak (@Zee24Kalak) May 6, 2024
કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણી પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે સુરત લોકસભાની ટિકીટ નિલેશ કુંભાણીને આપી હતી. પરંતુ, નિલેશ કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને BJP નો એજન્ટ બનીને ભાજપ સાથે સોદાબાજી કરીને ફરાર થયો હતો. આવતીકાલે હવે ચૂંટણી થવાની છે. ત્યારે નિલેશ કુંભાણી મતદાન કરવા આવવાના હોવાની માહિતી મળી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત સુરતીઓ સાથે જે ગદ્દારી કરી છે તેનું વળતર આવતીકાલે આપવામાં આવશે. કલ્પેશ બારોટની ધમકીને લઈ ભયનો માહોલ સર્જાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે