સેબીએ બે SME કંપનીઓ પર કરી કાર્યવાહી, પ્રમોટર્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત
SBEI: સેબીએ નાણાકીય ખાતામાં ગડબડી પર બે એસએમઈ કંપનીઓ પર કાર્યવાહી કરી છે. પ્રમોટર્સ પર ખુદની કંપનીના શેરમાં પંપ એન્ડ ડંપનો આરોપ છે.
Trending Photos
SBEI: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ગડબડી કરનારી બે એસએમઈ (SME)કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી છે. સેબીએ નાણાકીય ખાતામાં ગડબડી પર બે એસએમઈ કંપનીઓ પર પગલા ભર્યાં છે. પ્રમોટર્સ પર ખુદ જ કંપનીઓના શેરમાં પંપ એન્ડ ડંપનો આરોપ છે. સેબીએ 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2023 વચ્ચેમાં તપાસ કરી ગડબડી ઉજાગર કરી છે.
શેરમાં પંપ એન્ડ ડંપનો આરોપ
સેબીએ Add Shop E-Retail, White Organics Agro પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રમોટર્સ પર ખુદની કંપનીઓના શેરમાં પંપ એન્ડ ડંપ કરવાનો આરોપ છે. એસએમઈ કંપનીઓએ રિલેટેડ પાર્ટી કંપનીઓથી લેતીદેતી કરી બિઝનેસ ગ્રોથ દેખાડ્યો. સેબીએ પ્રમોટર્સ દિનેશભાઈ પંડ્યા અને અન્ય પર પ્રતિબંધ લગાવ્યો છે.
નાણાકીય ખાતામાં ગડબડી દરમિયાન પ્રમોટર્સનું હોલ્ડિંગ પણ ઘટ્યું છે. પ્રમોટર્સની શેરહોલ્ડિંગ આશરે 63 ટકા વઘી 36 ટકા પર આવી ગયું છે. બંને કંપનીઓના ઓડિટર્સ વિરુદ્ધ NFRA ને કેસ રિફર કરી દેવામાં આવ્યો છે.
રોકાણકારોને કેવી રીતે લલચાવવામાં આવ્યા?
એસએમઈએ ઈન્વેસ્ટરોને લલચાવવા માટે દોઢ વર્ષમાં 2-2 બોનસ શેર આપ્યા. MoUs ની જાહેરાત થતી, પરંતુ દરેક જાણકારી આપવામાં આવતી નહોતી. બોર્ડ મેમ્બરનો આરોપ છે કે કંપનીના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેબીનો આરોપ છે કે ઓડિટ કમિટીની બેઠક કાગળ પર થતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે