Gujarat Election 2022 : ગુજરાતમાં કોંગ્રેસનો મોટો દાવ, સરકાર બનાવવા માટે લીધા મોટા નિર્ણયો, એક નહિ 3 ઉપમુખ્યમંત્રી બનાવશે

Big Breaking : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસે જ્ઞાતિનું કાર્ડ ખેલ્યું 

Gujarat Election 2022 : ગુજરાતમાં કોંગ્રેસનો મોટો દાવ, સરકાર બનાવવા માટે લીધા મોટા નિર્ણયો, એક નહિ 3 ઉપમુખ્યમંત્રી બનાવશે

Big Breaking On Gujarat Election 2022 ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયુ છે. પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાનનો આંકડો 63.14 પર પહોંચ્યો હતો. જેમાં આ વર્ષે ઓછુ મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે ગુજરાતમાં મોટા નિર્ણય લીધા છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયા કે, જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી હશે. તેમજ સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપમુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયા છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. 

કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. તેઓએ ચૂંટણી પ્રચારમાં રાજનીતિ બદલીને મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે જાહેરાત કરી દીધી છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત અંકિત કરવા માટે ગુજરાત કોંગ્રેસ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જેમાં કોંગ્રેસે કહ્યું કે, જો તેમની સરકાર આવશે તો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવામા આવશે. આ સાથે જ તેમણે ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાઁથી હશે. 

ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાનું મેજિક લઈ આવી છે. 2007, 2012 ના પરિણામો બતાવે છે કે, 27 વર્ષની કોંગ્રેસની કમિટેડ વોટબેંક તેમની સાથે રહે છે. એવરેજ સીટ આવતી હતી તે કમિટેડ વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાંથી કોંગ્રેસના ખાતાના જ વોટ પડે છે. આ કમિટેડ વોટે કોંગ્રેસનું સ્થાન ગુજરાતમાં જાળવી રાખ્યું છે. તેથી આ વિસ્તારના લોકોને યોગ્ય સ્થાન આપવાનું ગુજરાત કોંગ્રેસે મન બનાવી લીધું છે. બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે, ત્યારે પોતાના પક્ષ તરફ વોટ કોંગ્રેસની આ રાજનીતિ છે. 

ઝી 24 કલાક સાથે વાત કરતા અશોક ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કર્યા છે, તે જનતાને સ્પર્શતા મુદ્દા છે. અમે આ ચૂંટણીમાં સારુ પરિણામ લાવીશું. રાવણ મુદ્દાને પીએમ મોદીએ તોડીમરોડીને રજૂ કર્યો છે. તેઓ નિવેદનમાંથી સંદર્ભ હટાવી દે છે, અને ભાવનાત્મક મુદ્દાઓ જનતા સામે મૂકે છે. મોદીજી મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિશે શું બોલ્યા છે તે અમે રિપીટ કરતા નથી. પીએમ મોદી નિર્ણયને તોડી મરોડીને રજૂ કરે છે. આવા મુદ્દા જનતા સામે છેલ્લી ઘડીએ લાવે છે. પંરતુ આ વખતે તેમનો જાદુ નહિ ચાલે. અમે તેમની જેમ મુદ્દા રિપીટ કરીને ભાવનાત્મક મુદ્દા બનાવતા નથી. તેઓ અમારા માટે શુ બોલે છે તે વિશે અમે કંઈ બોલતા નથી. આ વખતે તેમનો જાદુ નહિ ચાલે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news