50 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલાં દિગ્ગજ નેતા 51માં વર્ષે ભાજપમાં! રાઠવાના જવાથી કોંગ્રેસ રમણભમણ
મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી એકવખત તૂટી રહી છે. હાલ રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યાછે. આજે કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. મોહન રાઠવા ભાજપમાં જોડાવવાની વાતો વચ્ચે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે.
મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહન રાઠવા છે.
કોણ છે મોહન રાઠવા?
- સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ
- 11 વખત ધારાસભ્ય બન્યા
- છોટાઉદેપુરથી સતત 1972થી ધારાસભ્ય બન્યા
- 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યુ
- કોંગ્રેસના સૌથી સિનિયર નેતા
મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય મોહન રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક - 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે 1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. ગુજરાતમાં સતત 9 વખત ચૂંટાઈને વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેનારા મોહનસિંહ રાઠવા 2012માં સતત વધુ વખત ચૂંટાવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે તેઓ 10મી વખત ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા, 2017માં પોતાનો જ વિક્રમ પોતે તોડીને ગુજરાતના અવલ્લ નંબરના ધારાસભ્ય બન્યા હતા.
છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાથી રાઠવા રાજ રહેલુ છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છંછેડાયો હતો. છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર 3 નેતાઓનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે. પરંતુ રાજકારણમાં કોઈ સગો હોતો નથી, વખત આવ્યે એ પણ સાબિત થઈ ચૂક્યું છે.
છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનુ આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડ્યો.
ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે