જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથી

Gujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
 

જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથી

Gandhinagar News : ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થયેલું વિપક્ષ હવે તમામ મોરચે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે હવે વિધાનસભાના સત્ર મુદ્દે કોંગ્રેસ ગુજરાત સરકાર પર સવાલો કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, સરકાર વિધાનસભામાં ચર્ચાથી ભાગી રહી છે, તેથી વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે. નિયમ મુજબ 6 મહિને સત્ર બોલાવવું પડે એટલે આગામી ઓગસ્ટ મહિનામાં સરકાર સત્ર બોલાવશે. 

વિધાનસભામા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર સવાલો કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે. એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે. નિયમ મુજબ 6 મહિને સત્ર બોલાવવું પડે એટલે આગામી ઓગસ્ટ મહિનામાં સરકાર સત્ર બોલાવશે. અમે સ્પીકરને ઓછામાં ઓછું 10 દિવસનું સત્ર બોલવાની માંગ કરી છે.

તો કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, હિન્દુત્વના નામે ઢોંગ કરવામાં આવે છે, ગૌવંશને કતલખાને મોકલવામાં આવે છે. જેમાંથી કરોડો મેળવી ચૂંટણીમાં વપરાય છે. તો બીજી તરફ, રાજ્યના મહેસુલ વિભાગને ભ્રસ્ટાચાર મામલે એવોર્ડ આપવો પડે. 

ગુજરાતમાં જમીન કૌભાંડ અંગે પણ કોંગ્રસે સવાલો કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે, ગૌચરની સરકારી જમીનો ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે. દૈનિક 14.22 લાખ ચોરસ મીટર જમીનો ઉદ્યોગપતિઓને અપાઈ રહી છે. ગાંધીનગરની મુલાસણા જમીનનું 20000 કરોડનું કૌભાંડ થયું. એની પાછળના મોટા માથાઓને હજી પકડ્યા નથી. સુરતમાં સામે આવેલા 2000 કરોડનું જમીન કૌભાંડ થયું. સાથે જ અમિત ચાવડાએ આરોપ મૂકતા કહ્યું કે, સુરતમાં સી આર પાટીલ અને હર્ષ સંઘવીની ઈચ્છા અને આશીર્વાદ વગર કઈ ન થઇ શકે. દાહોદમાં સરકારના ખોટા ઓર્ડર કરી આદિવાસીઓની જમીન પડાવી લેવાઈ છે. દાહોદમાં પણ જિલ્લાના ભાજપના મોટા નેતાઓની સામે કોઈ કાર્યવાહી નથી થઈ. સુરેન્દ્રનગર, અમદાવાદની સંસ્કારધામ ની જમીન હોય કે દહેગામનું આખું ગામ વેચી દેવાનો મામલો હોય. કૌભાંડ મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથી. અમારી માંગણી છે કે આવતા વિધાનસભા સત્રમાં આ તમામ જમીન કૌભાંડોની તપાસનો રિપોર્ટ મુકવામાં આવે અને ચર્ચા કરવાનો સમય ફાળવવામાં આવે. 

તેમણે કહ્યું કે, કૌભાંડોથી ખદબદતી આ સરકારમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સામાજિક ન્યાય અને આદિજાતિ વિભાગ સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપે છે. પણ ખરીદીમાં 1.70 લાખ સાયકલ ખરીદી માટે નિયમો ખાસ કમિટી દ્વારા નક્કી કરાતા હતા. પણ આ વખતે માનીતા કોન્ટ્રાક્ટરને લાભ આપવા cmo ના સીધા આદેશના કારણે નિયમોમાં ફેરફાર કરાયા છે. જે કંપની રાજસ્થાનમાં રૂ 3857ના ભાવે એક સાયકલ આપે છે, એ જ કંપની ગુજરાતમાં રૂ 4444 ના ભાવે સાયકલ આપે છે. જેથી 8.5 કરોડનો વધારો ચુકવવામાં આવશે. આ વર્ષે સાયકલો પણ નિયત સમય કરતા મોડી આવી છે. વર્ષ 2022-23 ના વર્ષની સાયકલો હજી આવી રહી છે. સાયકલની સ્પેસિફિકેશન મુજબ ડિલિવરી કરવામાં આવી નથી. સાયકલની ગુણવત્તા સામે મોટા પ્રશ્નો ઉઠ્યા છે. હાલ સાયકલો  ગોડાઉનમાં પડી છે. આમરો સ્પષ્ટ આક્ષેપ છે કે ગરીબ દીકરીઓ માટેની યોજનામાં cmo ની સીધી સુચનાથી 10 કરોડનો ભ્રસ્ટાચાર થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news