મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડોમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે, ગૃહરાજ્ય મંત્રી પણ કાર્યક્રમમાં સાથે જોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડોમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે, ગૃહરાજ્ય મંત્રી પણ કાર્યક્રમમાં સાથે જોડાશે

હિતલ પારેખ, ગાંધીનગરઃ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દિવાળી અન્ય તહેવારો સેના ના જવાનો જોડે તથા દેશ હિત માં અલગ અલગ સેવા આપનાર લોકો સાથે રહીને ઉજવે છે. આ જે પ્રથા ચાલી આવે છે તેને ગુજરાતના મુખ્યમંત્રીઓ પણ અનુસરતા રહ્યાં છે. વિજય રૂપાણી પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિવાળી સેનાના જવાનો સાથે ઉજવી હતી. એજ રીતે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વખતે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. 

જે અંતર્ગત રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને રમત ગમત વિભાગ દ્વારા કચ્છના ધોરડો ખાતે ખૂબ જ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં BSF, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને NCC સાથે જોડાયેલાં મેમ્બર્સને ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના સ્નેહ મિલન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશની રક્ષા કરે છે તેવા લોકો પરિવાર સાથે અને ગ્રામજનો કાર્યક્રમમાં જોડાશે. ભુપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે  પહેલી દિવાળી દેશના સૈનિકો અને પોલીસ જવાનો સાથે ગાળશે.

આવતી કાલે 3 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર તૈનાત અને દુશ્મનો સામે આપણા દેશની રક્ષા કરતા આર્મી, BSF, એરફોર્સ,એસ.આર.પી,  કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને NCC સાથે મળીને તેમની સાથે વાર્તાલાપ કરશે. તેમને દિપાવલીના પર્વ નિમિત્તે મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવશે. આ ઉપરાંત ધોરડો ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જવાનો સાથે આતિશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે.તા.૩ નવેમ્બર 2021 ના સાંજે 4 કલાકથી શરૂ થનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થશે. ધોરડો ખાતેના કાર્યક્રમને લઈને તૈયારી અને આયોજન અર્થે કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક પણ આ તબક્કે આજ રોજ યોજાઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news