વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, તમે માંગો તે બધું આપીએ છે, છતાં...

Vadodara Flood : ફરી એકવાર ભયજનક સપાટીને નજીક પહોંચી વડોદરાની વિશ્વામિત્રી નદી.... નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતા લોકોનું સ્થળાંતર... તો વરસાદે ધ્યાને રાખીને શાળાઓમાં રજા જાહેર

વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, તમે માંગો તે બધું આપીએ છે, છતાં...

Vadodara Rainfall : વડોદરાવાસીઓ પર ફરી પૂરનું સંકટ તોળા રહ્યુ છે. વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટ પર પહોંચી છે. જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોને ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજવા સરોવરની સપાટી 213.23 ફૂટ થઈ છે. આ સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે. તો પ્રતાપપુરા સરોવરની જળસપાટી 227.28 ફૂટ થઈ છે. તો વડોદરા પર પૂરના સંકટના એંધાણ છે ત્યારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. તો વડોદરા તંત્રએ સલાહ આપી છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી. સાથે જ લોકોને અફવાથી દૂર રહેવા પણ સૂચન કરાયું છે.  

વડોદરામાં પૂરથી મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા
તો બીજી તરફ, વડોદરામાં વારંવાર વરસાદી પાણી ભરાવવાને લઇ મુખ્યમંત્રી રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં ગઈકાલે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસકોને સંભળાવ્યું હતુ. તેમણે ભાજપ ધારાસભ્યો, સાંસદ, પદાધિકારીઓ સાથેની બેઠકમાં સંભળાવ્યું હતુ કે, તમે માંગો છો, તે બધું આપીએ છે, હવેથી પાણી ભરાવા ન જોઈએ. 22 વર્ષથી આપણી જ સરકાર છે, તો તમે કોણે રજુઆત કરી? 

વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા
વડોદરાના સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સયાજીગંજ અકોટાને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. ઝુપડાઓમાં પાણી ફરી વળતાં લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા છે. સયાજીગંજથી ઝૂલતા પુલ જવાનો રસ્તો બંધ થયો છે. 

લોકોએ બ્રિજ પર વાહનો પાર્ક કર્યા
વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી વધતા લોકોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ વાહનો બ્રિજ પર પાર્ક કરી  દીધા છે, જેથી તેમના વાહનોને કોઈ નુકસાન ન થાય. ગયા મહિને પૂરમાં અસંખ્ય વાહનોને નુકસાન થયું હતું. આ વખતે પૂરમાં વાહનોને નુકસાન થાય તે પહેલા લોકોએ બ્રિજ પર વાહનો મુકી દીધા. વડોદરાના ઉર્મિ બ્રિજ પર વાહનોની લાંબી કતાર લાગી છે. 

 

ફરી મગર બહાર નીકળ્યા
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતાં મગરો રસ્તા પર નીકળ્યા છે. વડસર ગામ રાઠોડ વાસ પાસે એક મહાકાય મગર નીકળ્યો હતો. 8 ફૂટનો મહાકાય મગર આવી પહોચતાં સ્થાનિકોમાં ભય ફેલાયો. સ્થાનિકોએ શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યને રેસ્ક્યુ માટે જાણ કરાઈ હતી. ટીમના સભ્યોએ સ્થળ પર પહોચી દોઢ કલાકના જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. મગરને વન વિભાગની ટીમને સોંપ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news