GSEB SSC HSC timetable 2022: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ અને ટાઈમટેબલ જાહેર
Gujarat Board SSC HSC timetable 2022: બોર્ડની વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા મોડી શરૂ થવાની છે. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :બોર્ડની વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા મોડી શરૂ થવાની છે. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.
ગુજરાત બોર્ડ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા જાહેર--
કોરોનાના કેસ ઘટવાને લીધે શાળાઓમાં માત્ર ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની હાજરી પણ ગણવામાં આવી રહી છે, તેવામાં હવે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીમાં લાગી ચૂક્યા છે. બોર્ડ દ્વારા કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, રિપીટર, ખાનગી તથા પૃથક ઉમેદવારોની જાહેરા પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 10 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ મામલે તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવી.
ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ જાહેર#Gujarat #Zee24Kalak pic.twitter.com/QyazowqRVr
— Zee 24 Kalak (@Zee24Kalak) February 23, 2022
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે