Gujarat Election: ભાજપ પાસે જીતવા માટે હુકમનો એક્કો છે, પણ પક્ષની આ નબળાઈઓ ક્યાંક નાવ ડુબાડી ન દે

Gujarat Election: જો ભાજપ ગુજરાતમા આગમી વિધાનાસભાની ચૂંટણી જીતે છે, તો તે સતત સાતમી વારની જીત મેળવાની બીજી પાર્ટી બની જશે

Gujarat Election: ભાજપ પાસે જીતવા માટે હુકમનો એક્કો છે, પણ પક્ષની આ નબળાઈઓ ક્યાંક નાવ ડુબાડી ન દે

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટીના ગઢ કહેવાતા ગુજરાતમાં એકવાર વિધાનસભાની ચૂંટણીઓ આવી ગઈ છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ગત ચૂંટણીઓ કરતા વધુ ચેલેન્જિંગ બની રહેશે, કારણ છે આમ આદમી પાર્ટીની એન્ટ્રી. ભાજપની પ્રયોગશાળા કહેવાતા ગુજરાતમાં આગામી મહિનામાં થનારી ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીને આપ ઉપરાંત સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડશે. આવામાં સતત સવાલો ઉઠી રહ્યા છે કે, શું ભગવા દળ સતત સાતમી વાર ગુજરાતનો કિલ્લો ફતેહ કરી શકશે કે નહિ. ત્યારે આ પહેલા ગુજરાતમાં ભાજપની તાકાત કેટલી છે અને કયા મોરચા પર તેને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે જાણીએ.

ગુજરાતમાં ભાજપની તાકાત
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા. વિરોધીઓ પણ આ માને છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપની જીત માટે હુકમનો એક્કો છે.

- આરક્ષણને લઈને થયેલા આંદોલનને પગલે 2017 ની ચૂંટણીમાં ભાજપને પાટીદાર સમુદાયના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, તેથી હવે પાર્ટી પાટીદારો સુધી પોતાની પહોંચ પર ભરોસો કરી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા બાદ અને આંદોલનના આગેવાન હાર્દિક પટેલને પોતાના પક્ષમાં લાવ્યા બાદ હવે ભાજપનું પલડુ ભારે છે.

- ભાજપની ગુજરાત પાર્ટી પાસે બુથ સ્તરનું એક મજબૂત સંગઠન છે.

- સત્તાધારી ભાજપ હિન્દુત્વ, વિકાસ અને ડબલ એન્જિનના કારણે તેજ પ્રગતિના મુદ્દાઓ પર આગળ વધી રહ્યું છે.

- ખુદ અમિત શાહ ભાજપની ચૂંટણી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યાં છે. તેમને ભાજપના ચાણક્ય કહેવાય છે.

ભાજપની નબળાઈ 

- ભાજપ પાસે એક મજબૂત સ્થાનિક નેતાની કમી છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યા ભરી શકે.

- પીએમ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ 2014 થી ગુજરાતમાં ત્રણવાર ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા છે. નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 

- AAP અને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર સતત ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવા ઉપરાંત, ભાજપને મોઁઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટ જેવા મુદ્દાઓ પર જનતાના પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે.

- AAP ના આક્રમક અભિયાનથી રાજ્યની શિક્ષા પ્રણાલી અને આરોગ્યના ઢાંચામાં ખામી કાઢવામાં આવી રહી છે. 

ભાજપ પાસે શું તક છે
ગુજરાતમાં વિપક્ષ નબળુ હોવાને કારણે ભાજપને સતત જીત મળે છે. જો આ વખતે પણ ભાજપની જીત થઈ તો, ભાજપ સતત સાત વાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી શકે છે. જો આવુ થયું તો ભાજપ પશ્ચિમ બંગાળમાં માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના નેતૃત્વવાળી વામ મોરચાની ઉપલબ્ધિની બરાબરી કરશે. ગુજરાતમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર હજી પણ સુસ્ત દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના નેતા, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં વધુ વ્યસ્ત નજર આવ્યા. જો ચૂંટણીમાં ભાજપને જીત મળે તો તે AAP ની ત્રીજા મોરચા તરીકે ઉભરવાની તક ઓછી થઈ જશે

ભાજપને શું છે ખતરો
- હાલમાં જ મોરબી પુલ હોનારતમાં 135 લોકોનો જીવ ગયા છે, ભાજપની ચૂંટણી જીતમાં આ મુદ્દો આડે આવી શકે છે

- મજબૂત કેન્દ્રીય નેતૃત્વને કારણે ભાજપમાં આંતરિક કકળાટ હજી સુધી દબાયેલો છે, પરંતુ હાર થાય તો આ તિરાડો સામે આવી શકે છે

- ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં સત્તારુઢ દળને બહુમત મેળવવા માટે સહયોગી શોધવો મુશ્કેલ બનશે.

- જો AAP કેટલાક સીટ પર જીત મેળવવવામાં સફળ રહે છે, તો તે ભાજપ માટે મોટી ચેલેન્જ ઉભી કરી શકે છે. 2002 બાદ દરેક ચૂંટણીમાં ભગવા પાર્ટીની સીટની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. ભાજપે વર્ષ 2002 માં 127 સીટ, 2007 મીં 117 સીટ, 2012 ના વર્ષમાં 116 સીટ અને 2017 ના વર્ષમાં 99 સીટ જીતી હતી. 
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news