વિધાનસભાની વાતઃ હિંમતનગરમાં આ વખતે કોણ બનશે હીરો? જાણો ચૂંટણીઓમાં હિંમતનગરનો હિસાબ-કિતાબ

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાત: વર્ષ 1992માં બાબરી વિધ્વંસ પછી ગુજરાતમાં રાજકીય સમીકરણ ઘણા બદલાયા. તે સમયે ગુજરાતમાં બીજેપીએ પહેલીવાર સરકાર બનાવી. અને હિંમતનગર બેઠક પર પાટીદારોનું એકછત્ર શાસન પણ પૂરું થઈ ગયું. ક્ષત્રિય સમાજના રણજીતસિંહ ચાવડા પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપે અહીંથી બેઠક જીતી હતી.

વિધાનસભાની વાતઃ હિંમતનગરમાં આ વખતે કોણ બનશે હીરો? જાણો ચૂંટણીઓમાં હિંમતનગરનો હિસાબ-કિતાબ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું હિંમતનગર વિધાનસભાની વાત...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત માટેની તૈયારીઓ કરી રહી છે. ગુજરાતમાં રાજકીય વિકાસની સાથે સાથે જાતિવાદ પર પણ ચૂંટણી લડવામાં આવે છે. આવી જ એક બેઠક છે સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક.

મતદારો:
2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ બેઠકની કુલ વસ્તી 3 લાખ 40 હજાર 710 છે. જેમાં 70.29 ટકા ગ્રામીણ મતદારો અને 29.71 ટકા શહેરી મતદારો છે. કુલ જનસંખ્યામાં એસસી 10.19 ટકા અને એસટી 2.87 ટકા છે. ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો આ વિસ્તારમાં કુલ 2 લાખ 61 હજાર 278 મતદારો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર પાટીદારો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ રહ્યું છે. અલબત્ત વર્ષ 1962થી 1990 સુધી સતત પાટીદાર સમાજનું બેઠક પર એક ચક્રીય શાસન રહ્યું હતું.

 

વિધાનસભાની ચૂંટણીમાં હિંમતનગરનો હિસાબઃ
વર્ષ        વિજેતા ઉમેદવાર         પક્ષ

1962  શંકરભાઈ પટેલ            કોંગ્રેસ
1967  ડી. હિમતસિંહ             સ્વતંત્ર
1972  શંકરભાઈ પટેલ            કોંગ્રેસ
1975  ભગવાનદાસ પટેલ        કોંગ્રેસ
1980  નાથુભાઈ પટેલ           ભાજપ
1985  લાખાભાઈ પટેલ         કોંગ્રેસ
1990  ભગવાનદાસ પટેલ       જનતા દળ
1995  રણજીતસિંહ ચાવડા      ભાજપ
1998  રણજીતસિંહ ચાવડા      ભાજપ
2002  રણજીતસિંહ ચાવડા     ભાજપ
2007  પ્રફુલભાઈ પટેલ          ભાજપ
2012  રાજુભાઇ ચાવડા        કોંગ્રેસ
2014  રાજુભાઈ ચાવડા        ભાજપ
2017  રાજુભાઇ ચાવડા       ભાજપ

બેઠકનું રાજકીય સમીકરણ:
વર્ષ 1992માં બાબરી વિધ્વંસ પછી ગુજરાતમાં રાજકીય સમીકરણ ઘણા બદલાયા. તે સમયે ગુજરાતમાં બીજેપીએ પહેલીવાર સરકાર બનાવી. અને હિંમતનગર બેઠક પર પાટીદારોનું એકછત્ર શાસન પણ પૂરું થઈ ગયું. ક્ષત્રિય સમાજના રણજીતસિંહ ચાવડા પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપે અહીંથી બેઠક જીતી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે જીતી લીધી હતી. પરંતુ કોંગ્રેસમાંથી જીતનારા રાજુ ચાવડા 2014માં ભાજપમાં જોડાઈ ગયા હતા અને પેટાચૂંટણીમાં તે ભાજપમાંથી લડ્યા હતા. અહીંયા તેમને જીત તો મળી હતી પરંતુ જીતનું અંતર ઘણું ઓછું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news