Viral Video: બાઈકના પૈડામાં ફસાઈ ગયો વાનર, જાણો કેવી રીતે બચ્યો જીવ
Monkey Trapped In Bike Tyre: મૂંગા પ્રાણીઓ ક્યારેય બોલી શકતા નથી કે તેઓ શું દર્દ ભોગવી રહ્યા છે. જેના કારણે ક્યારેય તેઓ એવી વિકટ સમસ્યામાં ફસાય છે છતાં સિસકાર પણ કરી શકતા નથી. આવા સમયે માણસે માણસાઈ દાખવીને આ મૂંગા પ્રાણીઓની મદદ કરવી એ જ સૌથી મોટો માનવધર્મ છે. બેબસ અને મૂંગા જાનવરો ભલે કઈ બોલી ન શકે પણ મનથી નીકળેલી દુઆ તેનું ફળ આપ્યા વગર રહેતી નથી. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાનર બાઈકના પૈડામાં ખરાબ રીતે ફસાઈ ગયેલો જોવા મળે છે.
Trending Photos
Monkey Trapped In Bike Tyre: મૂંગા પ્રાણીઓ ક્યારેય બોલી શકતા નથી કે તેઓ શું દર્દ ભોગવી રહ્યા છે. જેના કારણે ક્યારેય તેઓ એવી વિકટ સમસ્યામાં ફસાય છે છતાં સિસકાર પણ કરી શકતા નથી. આવા સમયે માણસે માણસાઈ દાખવીને આ મૂંગા પ્રાણીઓની મદદ કરવી એ જ સૌથી મોટો માનવધર્મ છે. બેબસ અને મૂંગા જાનવરો ભલે કઈ બોલી ન શકે પણ મનથી નીકળેલી દુઆ તેનું ફળ આપ્યા વગર રહેતી નથી. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાનર બાઈકના પૈડામાં ખરાબ રીતે ફસાઈ ગયેલો જોવા મળે છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક વાનર બાઈકના આગળના પૈડામાં ફસાઈ જવાનો આ ખૌફનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
વાનર જ્યારે રોડ પસાર કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે પૂરપાટ ઝડપે આવી રહેલી બાઈકના પૈડામાં ફસાઈ ગયો. જો કે બાઈક સવાર વ્યક્તિએ તરત જ બ્રેક મારી અને બંદરને કોઈ નુકસાન થયું નહીં. ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે બંદર બાઈકના આગળના પૈડામાં ફસાઈ ગયો છે. એવી ખરાબ રીતે ફસાયેલો છે કે એક ઈંચ પણ હલી શકતો નથી. વાનરનું આ દર્દ જોઈને સ્થાનિકો મદદે દોડ્યા. વાનરને પૈડામાંથી બહાર કાઢવાના અનેક પ્રયત્નો કર્યા. પરંતુ ફાયદો ન થયો.
કેટલાક લોકોએ વાનરને મુક્ત કરાવવા માટે બાઈકનું આગળનું પૈડું ખોલી નાખ્યું. ત્યારબાદ વાનરને બચાવી લેવાયો. વાનર પૈડામાંથી બહાર નીકળી જતા લોકોના જીવમાં જીવ આવ્યો. વાનરને મામૂલી ઈજા થઈ. પણ આ ઘટના માનવતાનું મૂલ્ય સમજનારા લોકોને સલામ કરનારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે