Gujarat Election 2022: ટિકિટ ન મળતા કોંગ્રેસમાં ભડકો, નિરંજન પટેલે ધારાસભ્ય સહિત તમામ પદેથી આપી દીધુ રાજીનામું
Gujarat Congress News: ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે ટિકિટ ન મળતા પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ છે.
Trending Photos
પેટલાદઃ ગુજરાતમાં ટિકિટોની વહેંચણી બાદ તમામ પાર્ટીઓમાં નારાજ નેતાઓની યાદી લાંબી થતી જાય છે. અનેક જગ્યાએ ટિકિટ ન મળવાને કારણે નેતાઓ અને તેના કાર્યકર્તાઓ પાર્ટી સામે વિરોધ કરી રહ્યાં છે. તો કેટલાક નેતાઓએ ટિકિટ ન મળતા પાર્ટીમાંથી રાજીનામા પણ આપી દીધા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે.
નિરંજન પટેલે આપ્યું રાજીનામું
ગુજરાતમાં પેટલાદ મત વિસ્તારના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલે ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મોકલી આપ્યું છે. નોંધનીય છે કે પેટલાદ વિધાનસભા સીટ પર કોંગ્રેસે આ વખતે નિરંજન પટેલની ટિકિટ કાપીને પ્રકાશ પરમારને મેદાનમાં ઉતાર્યા છે.
ટિકિટ ન મળતા નારાજ થયા નિરંજન પટેલ
પેટલાદ મતવિસ્તારના ધારાસભ્ય નિરંજન પટેલને પાર્ટીએ ટિકિટ ન આપતા તે નારાજ થયા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટલાદ બેઠક પર આ વખતે પ્રકાશ પરમારને ટિકિટ આપી છે. એટલે ટિકિટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા છે અને ધારાસભ્ય ઉપરાંત પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ છે.
માતર વિધાનસભા સીટ પર પણ વિરોધ
ગુજરાત કોંગ્રેસ દ્વારા જ્યારથી ટિકિટની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પાર્ટીમાં સતત વિરોધ જોવા મળી રહ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ નારાજ થઈ ગયા છે. કોંગ્રેસ ભવન ખાતે વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યાં છે. તો આજે અમદાવાદ કોંગ્રેસની ઓફિસ ખાતે માતર વિધાનસભાના નારાજ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને સંજય પરમારને ટિકિટ આપવાની માંગ કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટીને માતર સીટ પર હરાવવાની ચીમકી પણ આપી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે