દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની, ટોપ 100 સૌથી પ્રદૂષિત સ્થળોની યાદીમાં જાણો ભારતનો ક્રમ

રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતની સ્થિતિ સૌથી ખરાબ છે. દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. જેમાં ગત વર્ષની તુલનામાં લગભગ 15 ટકા વધારો થયો છે. અહીં વાયુ પ્રદૂષણનું સ્તર ડબ્લ્યૂએચઓની સેપ્ટી લિમિટથી લગભગ 20 ગણું વધારે હતું, જેમાં વાર્ષિક સરેરાશ માટે પીએમ2.5 96.4 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. સેફ્ટી લિમિટ 5 છે. 

દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની, ટોપ 100 સૌથી પ્રદૂષિત સ્થળોની યાદીમાં જાણો ભારતનો ક્રમ

World Air Quality Report 2021: ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે કે દિલ્હી સતત ચોથા વર્ષે દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઇ છે. ત્યારબાદ બાંગ્લાદેશની રાજધાની ઢાકા  (Dhaka), ચાડની નજામિના (N'Djamena) અને તાજિકિસ્તાનની દુશાંબે (Dushanbe)  છે. સૌથી વધુ પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર ભિવાડી અને બીજા ક્રમ પર ગાજિયાબાદ છે. વર્લ્ડ એર ક્વોલિટીના 2021 ના રિપોર્ટ (World Air Quality Report) માં આ ખુલાસો થયો છે. 

સર્વેમાં દુનિયા 6,475 શહેરોના ડેટા સામેલ કરવામાં આવ્યા હત. આ આધાર પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના એર ક્વોલિટી સ્ટાડર્ડસના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં પ્રથમ નંબરે છે, જ્યારે ચાડ બીજા નંબર પર છે. તો બીજી તરફ આ યાદીમાં ભારત પાંચમા સ્થાન પર છે. ભારતની સ્થિતિ 2021 બાદ અને ખરાબ થઇ છે. પડોશી મુલ્ક ચીન 22મા નંબર પર છે. એક વર્ષ પહેલાં ડ્રેગન 14મા સ્થાન પર છે. 

ગત વર્ષથી 15 ટકા વધુ પ્રદૂષણ
રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતની સ્થિતિ સૌથી ખરાબ છે. દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. જેમાં ગત વર્ષની તુલનામાં લગભગ 15 ટકા વધારો થયો છે. અહીં વાયુ પ્રદૂષણનું સ્તર ડબ્લ્યૂએચઓની સેપ્ટી લિમિટથી લગભગ 20 ગણું વધારે હતું, જેમાં વાર્ષિક સરેરાશ માટે પીએમ2.5 96.4 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. સેફ્ટી લિમિટ 5 છે. 

1.🇮🇳 Delhi
2.🇧🇩 Dhaka
3.🇹🇩 N'Djamena
4.🇹🇯 Dushanbe
5.🇴🇲 Muscat
6.🇳🇵 Kathmandu
7.🇧🇭 Manama
8.🇮🇶 Baghdad
9.🇰🇬 Bishkek
10.🇺🇿 Tashkent

— World of Statistics (@stats_feed) November 16, 2022

દુનિયાની ટોપ 10 પ્રદૂષિત રાજધાની
દિલ્હી (Delhi)- ભારત
ઢાકા (Dhaka)- બાંગ્લાદેશ
નજામિના (N'Djamena)- ચાડ
દુશાંબે(Dushanbe)- તાજિકિસ્તાન 
મસ્કટ (Muscat)- ઓમાન
કાઠમાંડૂ (Kathmandu)- નેપાળ
મનામા (Manama)- બહરીન
બદાદ (Baghdad)- ઇરાક
વિશ્કેક (Bishkek)- કિર્ગિજસ્તાન
તાશકંદ (Tashkent)- ઉજ્બેકિસ્તાન

દિલ્હીમાં ઓછું થઇ રહ્યું છે પ્રદૂષણ
દિલ્હી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાંથી એક છે અને અહીંની જનતા તેની સામે ઝઝૂમી રહી છે. દિલ્હીમાં વાયુ ગુણવત્તા ગુરૂવારે પણ ખરાબ શ્રેણીમાં રહ્યું, જ્યારે ન્યૂનતમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. કેન્દ્રિય નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) ના આંકડા અનુસાર દિલ્હીમાં આજે સવારે 9 વાગે સમગ્ર વાયુ ગુણવત્તા ઇન્ડેક (AQI) 253 નોંધાયો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે. ઉલ્લેખનીય છે કે શૂન્યથી 50 ની વચ્ચે એક્યૂઆઇ સારો, 51 થી 100 વચ્ચે સંતોષજનક, 101 થી 200 વચ્ચે મધ્યમ, 201 થી 300 ખરાબ, 301 થી 400 વચ્ચે ખરાબ અને 401 થી 500 વચ્ચે એક્યૂઆઇ ગંભીર ગણવામાં આવે છે. 

લોકડાઉનથી પહેલાના સ્તર પર પહોંચી ગયું પીએમ-2.5 નું સ્તર
રિપોર્ટ અનુસાર ભારતમાં -2.5 નું વાર્ષિક સ્તર 2019 માં લોકડાઉનમ પહેલાંના સ્તર પર પહોંચી ગયું છે. ચિંતાની વાત એ છે કે 2021 માં કોઇપણ ભારતીય શહેર પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના ડબ્લ્યૂએચઓના માપદંડ ખરું ઉતર્યું નથી. 

'સરકાર અને નિગમ માટે ગંભીર ચિંતાનો વિષય'
રિપોર્ટથી એ પણ ખબર પડે છે કે 48 ટકા શહેરોમાં પીએમ- 2.5 કણોનું સ્તર 50 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ હતું. જે ડબ્લ્યૂએચઓ દ્રારા નિર્ધારિત માપદંડથી દસ ગણું છે. ગ્રીનપીસ ઇન્ડીયના કેમ્પેન મેનેજર અવિનાશ ચંચલે  'આઇક્યૂએર' ના તાજેતરના આંકડા પર ટિપ્પણી કરતાં કહ્યું કે આ રિપોર્ટ સરકારો અને નિગમો માટે આંખો ખોલનાર છે. 

તેમણે કહ્યું કે તેનાથે એકવાર સાબિત થાય છે કે લોકો ખતરનાક રૂપથી પ્રદૂષિત હવામાં શ્વાસ લઇ રહ્યા છે. વાહનોથી થનાર ઉત્સર્જન શહેરોની આબોહવામાં પીએમ-2.5 કણોની ભારે હાજરીના મુખ્ય કારણોમાંથી એક છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 201 માં વૈશ્વિક સ્તર પર કોઇપણ દેશ ડબ્લ્યૂએચઓના માપદંડ પર ખરો ઉતર્યો નથી અને દુનિયાના ફક્ત ત્રણ દેશોએ તેને પુરો કર્યો. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news