જેને ટિકિટ ન મળે એના ઘરે સમજાવવા આવશે ભાજપની સ્પેશિયલ ટીમ! નારાજગી દૂર કરવા પાટીલનો પ્લાન

ભાજપે ટિકિટ વાંચ્છુક કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પણ ખાસ આયોજન કર્યું છે. એના માટે ખુદ પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું છે, જે કાર્યકરની ટીમ લેવાની ઈચ્છા હોય અને જો તેને ટિકિટ ન મળે તો નાસીપાસ થવું નહીં. તે કાર્યકરના ઘરે સ્પેશિયલ ટીમ સમજાવવા માટે આવશે.

જેને ટિકિટ ન મળે એના ઘરે સમજાવવા આવશે ભાજપની સ્પેશિયલ ટીમ! નારાજગી દૂર કરવા પાટીલનો પ્લાન

ચેતન પટેલ, સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પર ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ-પાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. જેથી આ વખતની ચૂંટણી અત્યાર સુધીની ચૂંટણીઓ કરતા કંઈક અલગ હશે. એજ કારણ છેકે, ભાજપે ટિકિટ વાંચ્છુક કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પણ ખાસ આયોજન કર્યું છે. એના માટે ખુદ પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું છે, જે કાર્યકરની ટીમ લેવાની ઈચ્છા હોય અને જો તેને ટિકિટ ન મળે તો નાસીપાસ થવું નહીં. તે કાર્યકરના ઘરે સ્પેશિયલ ટીમ સમજાવવા માટે આવશે.
 

No description available.

સીઆર પાટીલે સોશિયલ મીડિયા મારફતે ખાસ કરીને કાર્યકરોને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તેમણે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છેકે, દરેક કાર્યકર જે વર્ષોથી પક્ષ સાથે સંકળાયીને કામ કરતો હોય તો તેની ઈચ્છા હોય કે તેને પણ ટિકિટ મળે. પણ જોકે, કાર્યકરની ઈચ્છા પુરી ન થાય તો તેણે નારાજ થવાની જરૂર નથી. ભાજપની સ્પેશિયલ ટીમ આવા કાર્યકરના ઘરે સમજાવવા માટે આવશે.
 

સીઆર પાટીલે સોશિયિલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેમાં ભાજપના જ એક સિનિયર કાર્યકરના વખાણ કર્યાં છે. સીઆર પાટીલે ફેસબુક પર પોસ્ટ કરીને ભાજપા કાર્યકર અને પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાના વખાણ કર્યા છે. ટીકીટની ઉમેદવારને ના પાડવામાં આવે ત્યારે અલગથી ટિમ તેમને સમજાવવા ઘરે જશે એવી જાહેરાત કરી. ત્યારેપ્રફુલ્લ ભાઈએ ટીકીટ માંગી એવું કહ્યું કે હું પાર્ટીને સમર્પિત છું એટલે જો મને ટિકિટ આપવામા નહીં આવે તો પણ મારા ઘરે મને સમજાવવા માટે ટિમ મોકલવાના બદલે સિદ્ધુ કામ જ ચીંધી દેજો. હું કાર્યકર તરીકે મારું કામ કરતો રહીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news