BCCI ની મોટી જાહેરાત! હવે મહિલા ખેલાડીઓને પણ મળશે પુરૂષ ક્રિકેટર્સ જેટલો પગાર

BCCI એ એક મોટી જાહેરાત કરતા ભારતીય મહિલા ક્રિકેટર્સને દિવાળી ફળી છે. BCCIએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચ ફી પુરૂષ ક્રિકેટરો જેટલી જ કરી દીધી છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ મોટી જાહેરાત કરી છે.

BCCI ની મોટી જાહેરાત! હવે મહિલા ખેલાડીઓને પણ મળશે પુરૂષ ક્રિકેટર્સ જેટલો પગાર

નવી દિલ્લીઃ નવું વર્ષ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક બાદ એક સારા સમાચારો લઈને આવી રહ્યું છે. પહેલાં ટી20 વર્લ્ડ કપમાં વિરાટની વિરાટ ઈનિંગ થકી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે શાનદાર જીત હાંસલ કરી. ત્યાર બાદ આજે બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટર્સને ખુબ મોટી ભેટ આપી છે. બીસીસીઆઈએ એક મોટી જાહેરાત કરતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચ ફી પુરૂષ ક્રિકેટરોની બરાબર કરી દીધી છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ મોટી જાહેરાત કરી છે. જેમાં બીસીસીઆઈએ મહિલા ક્રિકેટર્સની સેલેરી એટલેકે, તેમની મેચ ફીમાં ધરખમ વધારો કરીને પુરુષ ક્રિકેટર્સની સમકક્ષ કરી દીધી છે.

 

— Jay Shah (@JayShah) October 27, 2022

 

જય શાહે પોતાના ટ્વીટમાં લખ્યું, 'ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પુરૂષ ટીમ જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ (15 લાખ), ODI (6 લાખ), T20I (3 લાખ) ઉપલબ્ધ હશે. વેતન ઇક્વિટી અમારી મહિલા ક્રિકેટરો માટે મારી પ્રતિબદ્ધતા હતી અને હું તેમના સમર્થન માટે એપેક્સ કાઉન્સિલનો આભાર માનું છું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હવે આટલો પગાર મળશે-
ભારતીય પુરૂષ ટીમના ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, દરેક વન-ડે મેચ માટે છ અને T20 મેચ માટે ત્રણ લાખ રૂપિયાની મેચ ફી મળે છે. બોર્ડના આ નિર્ણય બાદ હવે કોન્ટ્રાક્ટેડ મહિલા ટીમની ખેલાડીઓને પણ એટલી જ મેચ ફી મળશે, જેની તેમની વાર્ષિક આવક પર મોટી અસર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news