ગુજરાતના પશુપાલકો માટે શ્વેતક્રાંતિ! નવા વર્ષમાં આ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, જાણો કેટલો થશે ફાયદો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024માં સાબર ડેરીએ પ્રથમ વખત પશુપાલકોને ભેટ આપી છે. સાબર ડેરીની નિયામક મંડળની બેઠકમાં પ્રતિ કિલો દૂધના ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરીએ નવા વર્ષની ભેટ આપી દીધી છે. પ્રતિ કિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને પહેલી ફેબ્રુઆરીથી પ્રતિ કિલો ફેટે 850 રૂપિયાનો ભાવ મળશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024માં સાબર ડેરીએ પ્રથમ વખત પશુપાલકોને ભેટ આપી છે. સાબર ડેરીની નિયામક મંડળની બેઠકમાં પ્રતિ કિલો દૂધના ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ વધારાનો સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે. પહેલી ફેબ્રુઆરીથી નવો ભાવ અમલમાં આવશે. ભેંસના દૂધના એક કિલો ફેટના હવે 850 રૂપિયા મળશે. અગાઉ 840 રૂપિયા મળતા હતા.
પશુપાલકોને 6 કરોડનો ફાયદો
દૂધના ભાવમાં વધારા કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબર ડેરીના ભાવ વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને ફાયદો જ ફાયદો થવાનો છે. ભેંસના દૂધના જૂના ભાવ 840 હતા, જે હવે 850 કરાયા છે. એટલે કે, 10 રૂપિયા ભાવ વધવાથી દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો થશે.
ઉલ્લેખનવીય છે કે, એક તરફ પશુઓના ઘાસચારા અને દાણમાં ભાવ વધારો થઈ રહ્યો છે, જેના પગલે પશુપાલકોને દૂધના ભાવમાં વધારો મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ વાત એ છે કે, આ 10 રૂપિયાના વધારાથી 3.50 લાખ પશુપાલકોના ખીસ્સામાં દર મહિને 6 કરોડ રૂપિયા વધુ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે