હવે ગુજરાતમાં ધો.10ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે! જાણો આ પરીક્ષાની ખાસિયત

ધોરણ-10ના મહત્વના વિષય ગણાતા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રિ-બોર્ડની પરીક્ષા 6 માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષા લેવાનું હેતું એ જ છે કે વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય.

હવે ગુજરાતમાં ધો.10ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે! જાણો આ પરીક્ષાની ખાસિયત

ઝી બ્યુરો/અમદાવાદ: આજથી અમદાવાદની શાળામાં ધોરણ-10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ-10ના મહત્વના વિષય ગણાતા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રિ-બોર્ડની પરીક્ષા 6 માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષા લેવાનું હેતું એ જ છે કે વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય. આ પરીક્ષા બોર્ડની પરીક્ષાની જેમ જ લેવાઈ રહી છે.

પ્રિ-બોર્ડ પરીક્ષા આપતા સમયે ઉત્તરવહી, બારકોડ સહિતની તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની રીતે જ કરવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના માહોલ અંગે અવગત થાય. ગયા વર્ષે પણ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ આ પરીક્ષાનું સંચાલન કરી રહ્યું છે. આ પરીક્ષાની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી કાઢવામાં આવશે. CCTV, ખાખી સ્ટીકર, બોર્ડ સ્ક્વોડ સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની 552 જેટલી શાળાના 46,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં મહત્વના ગણાતા એવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. 27 જાન્યુઆરીથી એટલે કે આજથી 6 ફેબ્રુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news