ધોળકામાં સામુહિક દુષ્કર્મ : મિત્ર સગીરાને બાઈક પર લઈ ગયો, અને 8 મિત્રોએ મળીને તેને પીંખી નાંખી

અમદાવાદના ધોળકાના ખાનપુરમાં 15 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મનો કિસ્સો બન્યો છે. 8 નરાધમોએ ગેંગરેપ કરી સગીરાને પીંખી નાંખી છે. ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ સગીરાની હાલત ગંભીર છે અને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. 
ધોળકામાં સામુહિક દુષ્કર્મ : મિત્ર સગીરાને બાઈક પર લઈ ગયો, અને 8 મિત્રોએ મળીને તેને પીંખી નાંખી

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ધોળકાના ખાનપુરમાં 15 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મનો કિસ્સો બન્યો છે. 8 નરાધમોએ ગેંગરેપ કરી સગીરાને પીંખી નાંખી છે. ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ સગીરાની હાલત ગંભીર છે અને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. 

બન્યુ એમ હતું કે, 10 માર્ચના રોજ 15 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે બાઈક પર ગઈ હતી. ત્યાં સગીરાના મિત્ર સાથે અન્ય લોકો પણ હતા. જેઓ તેને ગામના બોર કૂવા પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ એક બાદ એક એમ 8 યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતું. દુષ્કર્મ બાદ આરોપીઓ સગીરાને ઘરે છોડી ગયા હતા. 

સામુહિક દુષ્કર્મથી સગીરા એટલી ડઘાઈ ગઈ હતી કે, તેણે પરિવારને આવીને આ વિશે જાણ કરી હતી. પરિવારે ધોળકા ટાઉન પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. 

દુષ્કર્મ કેસમાં ધોળકા પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ઘટના પરીક્ષણમાં FSLની ટીમ પણ કામે લાગી છે. 2 યુવકો સગીરાને બાઈક પર લઈ ગયા હોવાનો ઉલ્લેખ છે. દુષ્કર્મ બાદ સગીરાને સંબંધીના ઘર નજીક ઉતારી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news