આનંદો! પેટ્રોલ એટલું સસ્તું થશે કે 90ના દશકની યાદ આવી જશે, નીતિન ગડકરીએ શરૂ કરી તૈયારી

કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને તેમને વાયદો કર્યો છે કે તે છ મહિનાની અંદર Flex Fuel વાહનોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દેશે.

 આનંદો! પેટ્રોલ એટલું સસ્તું થશે કે 90ના દશકની યાદ આવી જશે, નીતિન ગડકરીએ શરૂ કરી તૈયારી

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. પરંતુ આજે અમને તમને એક ખુશખબર આપવા જઈ રહ્યા છીએ. આજે સમાચાર મળી રહ્યા છે કે પેટ્રોલ હવે એટલું સસ્તુ મળશે કે તમને 90ના દશકની યાદ આવી જશે. જેના માટે નિતિન ગડકરીએ તૈયારી કરી લીધી છે.

કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને તેમને વાયદો કર્યો છે કે તે છ મહિનાની અંદર Flex Fuel વાહનોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દેશે. ગડકરીએ 'ઈટી ગ્લોબલ બિઝનેસ સમિટ' ને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધિત કરીને જણાવ્યું હતું કે સરકાર સાર્વજનિક પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોથી ચલાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઈથેનોલને પેટ્રોલમાં 20 ટકા ભેરવવામાં આવે છે, જેનાથી Blended Fuel બને છે અને સામાન્ય પેટ્રોલના મુકાબલે તે અડધી કિંમત પર મળે છે. 

UP માં રામ મંદિર અને હિન્દુત્વનો મુદ્દો ચાલ્યો નહીં, જાણો કયા મુદ્દાઓને કારણે મળ્યો BJP ને ભવ્ય વિજય 

વાહનો 100% ઇથેનોલ પર ચાલશે
નિતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ અઠવાડિયે, મેં તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના માલિકો અને અધિકારીઓ સાથે બેઠક કરી. તેઓએ મને વચન આપ્યું છે કે તેઓ એવા વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવાનું શરૂ કરશે જે એક કરતાં વધુ ઇંધણ પર ચાલી શકે છે." કેન્દ્રીયમંત્રી ગડકરીના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં ભારતમાં મોટાભાગના વાહનો 100 ટકા ઇથેનોલ પર ચાલશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે કામ કરી રહી છે.

મિશ્રણમાંથી તૈયાર કરેલ વૈકલ્પિક ઈંધણ
ફ્લેક્સ-ઇંધણ, ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ એક વૈકલ્પિક ઈંધણ છે. તેમણે કહ્યું કે ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રીએ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે સરકાર જાહેર પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરવાની સ્કી યોજના પર કામ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news