આ દેશમાં 81 લોકોને એક સાથે ફાંસી પર લટકાવી દેવાયા, જાણો શું હતો તેમનો ગુનો?
સાઉદી અરબના આધુનિક ઈતિહાસમાં એક દિવસમાં એક સાથે 81 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. અગાઉ જાન્યુઆરી 1980માં મક્કાની મોટી મસ્જિદથી સંબંધિક બંધક પ્રકરણમાં દોષિત ઠરતા એક સાથે 63 ઉગ્રવાદીઓને ફાંસી આપવામાં આવી હતી.
Trending Photos
દુબઈ: સાઉદી અરબમાં ગુનો કરવો એટલે મોતને આમંત્રિત કરવું મનાય છે. ત્યારે એક મહત્ત્વપૂર્ણ અને આશ્ચર્યજનક સમાચાર મળી રહ્યા છે. સાઉદી અરબમાં એક દિવસમાં 81 આરોપીઓ પર મોટ કાર્યવાહી કરવામાં આવી છે. 81 લોકો અલગ અલગ ગુનાઓમાં દોષિત ઠેરતા તેમને ફાંસી ઉપર લટાકાવી દેવામાં આવ્યા છે. દોષિતમાં અલકાયદા, IS અને હૂતી સંગઠનના આતંકવાદીઓ હોવાનો ખુલાસો થયો છે.
સાઉદી અરબમાં પહેલીવાર આટલા લોકોને સજા
સાઉદી અરબના આધુનિક ઈતિહાસમાં એક દિવસમાં એક સાથે 81 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. અગાઉ જાન્યુઆરી 1980માં મક્કાની મોટી મસ્જિદથી સંબંધિક બંધક પ્રકરણમાં દોષિત ઠરતા એક સાથે 63 ઉગ્રવાદીઓને ફાંસી આપવામાં આવી હતી.
જોકે, તે જાણી શકાયું નથી કે સરકારે ફાંસી આપવા માટે શનિવારનો જ દિવસ કેમ પસંદ કર્યો. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે, જ્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન યુક્રેન-રશિયાના યુદ્ધ પર મંડરાયેલું છે.
સાઉદી પ્રિંસના શાસનકાળમાં પણ કઠોર સજા
કોરોના વાયરસ મહામારી દરમિયાન સાઉદી અરબમાં મૃત્યુદંડની સજાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. જોકે કિંગ સલમાન અને તેમના પુત્ર ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના શાસનકાળમાં અલગ અલગ કેસમાં સંડોવાયેલા દોષિતોને સજા આપવાનો સિલસિલો ચાલું રાખ્યો છે.
સરકાર નિયંત્રિત 'સાઉદી પ્રેસ એજન્સી' એ શનિવારે આપવામાં આવેલી ફાંસી વિશે દુનિયાને માહિતી આપી. એજન્સીએ જણાવ્યું કે, જે લોકોને ફાંસી આપવામાં આવી છે, તેમાં નિર્દોષ પુરુષો, મહિલાઓ અને બાળકોની હત્યા સહિત અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા દોષિતોનો સમાવેશ થતો હતો.
આતંકી સમર્થકો અને હૂથી સમર્થકોને સજા
સરકારે એવું પણ જણાવ્યું છે કે, જે લોકોને ફાંસી આપવામાં આવી, તેમાંથી અમુક અલ કાયદા, IS અને યમનના હૂતી સંગઠનના આતંકવાદીઓનો પણ સમાવેશ થતો હતો. સાઉદીની આગેવાની હેઠળનું ગઠબંધન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને સત્તામાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસમાં 2015 થી પડોશી યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે લડી રહ્યું છે.
આરોપીઓને આપવામાં આવી હતી વકીલની સુવિધા
રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કયા કયા કેસમાં કેટલા લોકોને ફાંસી આપવામાં આવી અને કંઈ જગ્યાએ આપવામાં આવી. સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે, આરોપીઓને વકીલ રાખવાની સુવિધા આપવામાં આવી હતી અને ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સાઉદીના કાયદા હેઠળ તેમના પૂર્ણ અધિકારોની ગેરંટી આપવામાં આવી હતી. તેમાંથી ઘણા એવા લોકો હતા, જેમણે જધન્ય ગુનાઓમાં દોષિત ઠર્યા હતા. અમુક ઘટનાઓમાં મોટી સંખ્યામાં નાગરિકો અને કાયદા અમલીકરણ અધિકારીઓ માર્યા ગયા હતા.
સૌથી વધુ શિયાઓને આપવામાં આવી ફાંસી
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "સમગ્ર વિશ્વની સ્થિરતાને જોખમમાં મૂકનાર આતંકવાદીઓ અને ઉગ્રવાદી વિચારધારાઓ વિરુદ્ધ સરકાર કડક વલણ અપનાવવાનું ચાલુ રાખશે."
અગાઉ, જાન્યુઆરી 2016માં એક શિયા ધર્મગુરુ સહિત 47 લોકોને સામૂહિક રીતે ફાંસી આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2019માં 37 લોકોનું માથું ઘડથી અલગ કરી નાંખવામાં આવ્યું હતું. તેમાં સૌથી વધુ અલ્પસંખ્યક શિયા સમુદાયના લોકો સામેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે