ગાંધીનગર: યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં લાગી આગ, ધૂમાડાના ઉડ્યા ગોટા
પાટનગર પાસે આવેલા ઉવારસદમાં આવેલા યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં આગ લગતા નાસભાગ મચી હતી.
- આગથી ઓડિટોરીયમને ભારે નુકસાન
- સદનસીબે કોઇ જાનહાની નહીં
- ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: પાટનગર પાસે આવેલા ઉવારસદમાં આવેલા યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં આગ લગતા નાસભાગ મચી હતી. આગને કારણે ઓડિટોરીયમને ભારે નુકસાન થયું પરંતુ સદનસીબે આગને કારણે કોઇ જાનહાની થઇ નથી. ઘટનાની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂ કરવામાં સફળતા મેળવી હતી.
આગ લાગવાની ઘટનાના કારણે ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. એકાએક આગ લાગવાને કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જોયો હતો. જો કે આગના કારણે કોઇ પણ વ્યક્તિની ઇજાના અહેવાલ મળી રહ્યા નથી.
વધુમાં વાંચો...હાર્દિક પટેલ જ અનામતનો અને સંઘર્ષનો મુખ્ય ચહેરો, તેના ઉપવાસ કોઈ સ્ટન્ટ નહતાં-અલ્પેશ કથીરિયા
ઘટનાની જાણ થત ફાયરની ટીમ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી. આગ લાગતા યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં મોટી સંખ્યામાં નુકશામ થયું હતું. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે