સિમકાર્ડના નામે છેતરપિંડી, ક્રાઈમબ્રાન્ચે કર્યો કૌભાંડનો પર્દાફાશ, ત્રણ આરોપીઓ ઝડપાયા

આજના સમયમાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે.  લોકો છેતરપિંડી કરવા માટે અવનવી રીતો અજમાવતા હોય છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સિમકાર્ડ એક્ટિવ કરી વિદેશ મોકલી આપતી ગેંગની ધરપકડ કરી છે. 

સિમકાર્ડના નામે છેતરપિંડી, ક્રાઈમબ્રાન્ચે કર્યો કૌભાંડનો પર્દાફાશ, ત્રણ આરોપીઓ ઝડપાયા

ઉદય રંજન, અમદાવાદઃ જો તમે પણ ગમે ત્યાથી સિમકાર્ડ ખરીદતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે સિમકાર્ડમાં થતી છેતરપિંડીનો ક્રાઈમ બ્રાન્ચે પ્રદાફાશ કર્યો છે. સિમકાર્ડ ખરીદવા આવનાર ગ્રાહકની જાણ બહાર છેતરપિંડી આચરીને બીજુ સિમકાર્ડ એક્ટીવ કરી વિદેશ મોકલાતુ હતુ. પોલીસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ 55 જેટલા એક્ટીવ સિમકાર્ડ દુબઇ મોકલ્યા હતાં પરંતુ સુપ્રીટેન્ડન્ટ કસ્ટમ અધિકારીને જાણ થતાં જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો ક્યા મોકલતા હતા સિમકાર્ડ અને કેવી રીતે એકટીવ કરાવતા હતા શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈશું આ અહેવાલમાં. 

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રીટેન્ડન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમને માહિતી મળી હતી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઇ મોકલવાનું છે. જેમાં 55 જેટલા શંકાસ્પદ સિમકાર્ડ મળી આવ્યા છે. સાયબર ક્રાઇમએ આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમો મળી આવતા પોલીસએ તેની ધરપકડ કરી છે.  સાયબર ક્રાઇમ એ રાહુલ શાહ, કાન્તી બલદાણીયા, અને અજય ભાલીયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. રાહુલ શાહ એરટેલ કંપનીમાં ડ્રેસ્ટીબ્યુટલનુ કામ કરતા હતા.  આરોપીઓ નવા સિમકાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના બે પ્રકારે સિમકાર્ડ કાઢતા હતાં. ડીજીટલ પ્રોસેસથી ગ્રાહકની બાયોમેટ્રીક ફીંગરપ્રીન્ટ અને આધારકાર્ડ નંબર નાંખી સિમકાર્ડ કાઢતા બાદમાં પ્રોસેસ ઓફલાઇન કરીને ગ્રાહકનો ફોટો પાડી ગ્રાહકના આધારકાર્ડનો ફોટો અપલોડ કરીને તેના નામે સિમકાર્ડ એક્ટીવ કરતા હતાં. બાદમાં એક સિમકાર્ડ જે તે ગ્રાહકને આપતાં જ્યારે બીજુ કાર્ડ તે પોતાની પાસે રાખતા હતાં. આવી રીતે 55 સીમ કાર્ડ બે મહિલામાં ભેગા કર્યા હતા.. 

તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે અજય ભાલીયા દુબઇમાં કોઇ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. જે સિમકાર્ડ તેને મોકલી આપવાના હતાં. અને તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવાના પ્લાનિંગમાં હતાં. આરોપીઓએ આ રીતે 55 જેટલા સિમકાર્ડ ભેગા કર્યા હતાં. અને ગુનાહીત પ્રવૃત્તિમાં ઉપયોગ કરવા માટે દુબઇ મોકલી આપવાના હતાં. આરોપીએ મોકલેલા પાર્સલમાં અજાણ્યા ઇસમનું નામ લખીને સ્પીડ પોસ્ટ કર્યું હતું. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે રાહુલ શાહ પાસેથી કાન્તી બલદાણીયા સિમકાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલીયા સિમકાર્ડ મેળવતો હતો. જો કે સાયબર ક્રાઇમએ તેઓના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું છે. સાયબર ક્રાઇમએ આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે. 

આરોપીઓએ અગાઉ ક્યારેય આ રીતે સિમકાર્ડ કોઇને મોકલાવ્યા છે કે કેમ અને કેટલા રૂપીયામાં સિમકાર્ડ વહેચતા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન આ અંગે વધુ હકીકત સામે આવે તેવી શક્યતા રહેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news