Valsad: વલસાડમાં ડોક્ટરનું અપહરણ કરનાર ચાર આરોપીઓ 11 મહિના પછી ઝડપાયા, ફિલ્મો જોઈને બનાવ્યો હતો પ્લાન

વલસાડમાં 29 સપ્ટેમ્બર 2020ના આયુર્વેદિક ડોક્ટરનું અપહરણ કરી આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતુ આ ઘટનાના 11 મહિના બાદ પોલીસને સફળતા મળી છે. 

Valsad: વલસાડમાં ડોક્ટરનું અપહરણ કરનાર ચાર આરોપીઓ 11 મહિના પછી ઝડપાયા, ફિલ્મો જોઈને બનાવ્યો હતો પ્લાન

ઉમેશ પટેલ, વલસાડઃ વલસાડ હરિયા ગામમાં રહેતા આયુર્વેદિક ડોક્ટર પાસે રૂપિયા પડાવવાની લાલચમાં અટાર વૃદ્ધાશ્રમ પાસે ડોકટરની મોપેડ અટકાવી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટરના પરિવાર પાસે કરોડ રૂપિયાનો ખડની માંગવામાં આવી હતી. ઘટનાનું મીડિયામાં કવરેજ આવતા અપહરણ કર્તાઓએ ગભરાઈને ચીંચાઈ ગામ પાસે ડૉક્ટરને અપહરણના 15 કલાક બાદ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જે કેસમાં વલસાડ LCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ વડે વલસાડ તાલુકામાં રહેતા 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.

વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા હરિયા ગામના રહેવાસી એવા જનકભાઈ વૈરાગી નામના એક તબીબનું ગઈ તારીખ 23 સપ્ટેમ્બર 2020ના રોજ ભગોદ ગામ નજીકથી અપહરણ થયું હતું. મોડી રાત્રે તબીબ  ક્લિનિક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે જ ભગોદ ગામના આશ્રમ નજીક બે વાહનોમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ મોપેડ પર   આવતા તબીબનું આંખા પાડા બાંધી અપહરણ કરી લીધું હતું. અપહરણકર્તાઓએ ડૉ જનક વૈરાગીને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોન્ઢા નજીક એક ગામમાં એક અવાવરૂ  મકાનમાં ગોંધી રાખ્યા હતા. જોકે અપહરણ બાદ ગણતરીના સમયમાં સમગ્ર જિલ્લાની પોલીસ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી તબીબને છોડાવવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. અને મામલો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનતા  આરોપીઓ તબીબને નિર્વસ્ત્ર હાલતમાં જંગલ વિસ્તારમાં છોડી અને ફરાર થઈ ગયા હતા. જોકે આરોપીઓ  11 મહિના સુધી પોલીસ પકડથી દૂર હતા અને અને તેમની ઓળખ પણ થઈ શકી નહિ હતી. જો કે પોલીસની સતત તપાસને કારણે આખરે 11 મહિના બાદ ગુના નો ભેદ ઉકેલાયો છે.. અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે 11 મહિના બાદ ચાર આરોપીની ધરપકડ કરી
ડોક્ટરના અપહરણ કેસમાં હવે પોલીસને સફળતા મળી છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમાં દિપેશભાઈ પટેલ, રોહન સતીષભાઈ પટેલ, કલ્પેશ ઉર્ફે ભીમા પટેલ અને લલિત ઉર્ફે સોમ હસમુખ પટેલની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ વલસાડની નજીક રહે છે.  વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. જોકે પ્રાથમિક તપાસમાં તેઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ બહાર આવ્યો નથી. પરંતુ આ તબીબની અપહરણ પાછળ જે રહસ્ય છુપાયેલું છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ પણ વાંચોઃ Amreli: અમરેલીમાં ખેડૂતોના પાકને મળ્યું નવું જીવનદાન, વરસાદ થતાં મળી થોડી રાહત  
 
આરોપીઓમાં  દીપેશ પટેલ નામનો આરોપી નોટ બંધી વખતે બીમારીને કારણે અપહરણનો ભોગ બનેલા ડૉકટર પાસે દવા લેવા ગયો હતો. જોકે દર્દીઓને તપાસતી વખતે  ડોક્ટર જનક વૈરાગી ફોન પર પોતાના મિત્ર સાથે મજાક મજાકમાં વાત કરી રહ્યા હતા. ડોક્ટરે ફોન પર વાત કરતાં પોતાના મિત્રોને નોટ બંધી વખતે તેમની પાસે ઘરે કબાટ ભરીને રૂપિયા છે. અને હવે તેનો નિકાલ કેવી રીતે કરવો..??  આમ ડોક્ટરની આ વાત દીપેશે સાચી માની લીધી હતી. એ વખતે  જ દીપેશ ના મનમાં લાલચ જાગી અને પોતાના મિત્રોને વાત કરી ડોક્ટરનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો.  આખરે તેઓએ ને સફળતા પણ મળી અપહરણ બાદ ડોકટરના  પરિવારજનો પાસેથી તેમના છુટકારા માટે રૂપિયા 1 કરોડની ખંડણી પણ માંગી હતી. 

પરંતુ અપહરણ બાદ  ડોકટરની આર્થિક હાલતની સાચી હકીકતની  જાણ થતા અને પોલીસની ભીંસ વધતા જ આરોપીઓ ડોક્ટરને નિર્વસ્ત્ર હાલતમાં જંગલ વિસ્તારમાં છોડી અને ફરાર થઈ ગયા હતા. ત્યારથી આરોપી પોલીસ પકડથી દૂર હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ ચોંકાવનારી હકીકતએ પણ બહાર આવી છે કે આરોપીઓએ પ્રથમ વખત આ પ્રકારનો ગંભીર ગુનો આચર્યો હતો. આથી તેમનો  કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. પરંતુ તેઓએ ડોક્ટર પાસે  કરોડો રૂપિયા  હોવાનું માની અને તેમના અપહરણ નો પ્લાન બનાવ્યો હતો. અપહરણ માટે આરોપીઓએ  લાંબા સમય સુધી  youtube પર અને ટીવી સહિતના માધ્યમો અને ક્રાઈમ ડાયરી જેવી સીરિયલો અને સાઉથ ની ફિલ્મો જોઈએ અને ડોકટરના અપહરણનો ફૂલ પ્રૂફ પ્લાન પણ બનાવ્યો હતો અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. 11 મહિના સુધી પોતાની ઓળખ છુપાવી અને પોલીસ પકડથી  દૂર પણ રહ્યા હતા. પરંતુ આ કેસને ગંભીરતાથી લઇ તપાસમાં લાગેલી વલસાડ એલસીબી પોલીસ ને  આખરે 11 મહિના બાદ સફળતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news