12 વર્ષ બાદ ભેગા થશે બે શક્તિશાળી ગ્રહો, આ જાતકોને મળશે નવી નોકરી, ધનલાભનો પણ યોગ

Mangal Guru Yuti 2024: મંગળ અને ગુરૂની યુતિ વૃષભ રાશિમાં થઈ રહી છે. તેવામાં મીન, કન્યા સહિત આ જાતકોને બમ્પર લાભ મળી શકે છે.

મંગળ-ગુરૂ યુતિ

1/5
image

ગ્રહોના સેનાપતિ મંગળ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. નોંધનીય છે કે મંગળ મેષ રાશિમાં બિરાજમાન છે. તો 12 જુલાઈએ સવારે 6 કલાક 58 મિનિટ પર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. નોંધનીય છે કે વૃષભ રાશિમાં  ગુરૂ બિરાજમાન છે. તેવામાં વૃષભ રાશિમાં બંને ગ્રહોની યુતિ બની રહી છે. બંને શક્તિશાળી ગ્રહો એક સાથે આવવાથી ઘણા જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. જ્યાં  મંગળને સાહસ, આત્મવિશ્વાસ, પરાક્રમ, યુદ્ધનો કારક માનવામાં આવ્યો છે. તો ગુરૂને ભાગ્ય, કર્મ, સૌભાગ્ય, શિક્ષણ, આધ્યાત્મ વગેરેનો કારક માનવામાં આવે છે. આવો જાણીએ વૃષભ રાશિમાં મંગળ ગુરૂની યુતિથી કયાં જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.   

મીન રાશિ

2/5
image

આ રાશિના ત્રીજા ભાવમાં મંગળ અને ગુરૂની યુતિ બની રહી છે. તેવામાં આ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. સાથે તમે વાહન, સંપત્તિની ખરીદી કરી શકો છો. શારીરિક અને માનસિક તણાવથી મુક્તિ મળી શકે છે. નોકરી કરનાર લોકોને પણ ખુબ લાભ મળી શકે છે. જો નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. તેનાથી તમને લાભ મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. તમે આ દરમિયાન ખુશ રહેશો.  

વૃષભ રાશિ

3/5
image

આ રાશિમાં મંગળ અને ગુરૂની યુતિ લગ્ન ભાવમાં બની રહી છે. તેવામાં આ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે. તેવામાં ગુરૂ અને પિતાથી કોઈ મોટો લાભ મળી શકે છે. અચાનક ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. વિદેશમાં શિક્ષણ મેળવવાનું કે ફરવાનું સપનું પૂરુ થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં રોકાણ લાભકારી સાબિત થઈ શકે છે. પહેલાથી રોકાણ કર્યું હોય તો સારૂ રિટર્ન મળી શકે છે. વેપારની વાત કરીએ તો નવો પ્રોજેક્ટ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. 

મેષ રાશિ

4/5
image

આ રાશિમાં મંગળ અને ગુરૂની યુતિ બીજા ભાવમાં બની રહી છે. આ ભાવને ધન, પરિવાર, બચત અને વાણીનો કારક માનવામાં આવ્યો છે. તેવામાં તમારા અટવાયેલા કામ પૂરા થશે. લાંબા સમયથી બંધ રહેલા કામ ફરી શરૂ થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. આ સાથે પરિવારમાં ચાલતા વિવાદનો અંત આવી શકે છે. વેપારમાં ખુબ લાભ મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. સંપત્તિ, વાહન, ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. સમાજમાં તમારૂ માન-સન્માન વધશે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.