શેરબજારમાં રોકાણ કરવું હોય તો રાકેશ ઝુનઝુનવાલાની આ 5 વાત હંમેશા રાખો યાદ, તમારું જીવન બદલાઈ જશે
ઝુનઝુનવાલા એવા પસંદગીના રોકાણકારોમાંના એક છે જેમના શેરબજારની સફરમાંથી લોકો શીખે છે. તેમનું વારંવાર ટાંકવામાં આવતું નિવેદન હતું, "કિંમતએ ભગવાન છે."
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં કોઈ ઈન્વેસ્ટરના વેલ્થ ક્રિએટ કરવાની ઘણી કહાનીઓ છે, પરંતુ દિગ્ગજ ઈન્વેસ્ટર અને ભારતીય શેર બજારના બિગ બુલ સ્વર્ગીય રાકેશ ઝુનઝુનવાલાની સ્ટોરી દરેક વ્યક્તિને પ્રેરિત કરી શકે છે. ઝુનઝુનવાલા તે ગણતરીના ઈન્વેસ્ટરોમાંથી છે, જેની શેર માર્કેટની યાત્રાથી લોકો શીખ લે છે. દિગ્ગજ ઈન્વેસ્ટર સ્વર્ગીય રાકેશ ઝુનઝુનવાલાનું નિધન 2 વર્ષ પહેલા થયું હતું. આજે તેમનો 64મો જન્મદિવસ છે. જો ઝુનઝુનવાલાને કોઈ એક વસ્તુ માટે યાદ કરી શકાય છે તો તે છે તેમના દ્વારા હંમેશા ઉલ્લેખ કરાયેલ વાક્ય, 'ભાવ ભગવાન છે'. તે માનતા હતા કે કિંમત જ બધુ છે.
મારવાડી પરિવારમાં જન્મેલા ઝુનઝુનવાલાને નાની ઉંમરમાં શેર બજાર સાથે લગાવ થઈ ગયો હતો. કિશોરોને આકર્ષિત કરનાર કોઈપણ વસ્તુ તેમને આકર્ષિત કરી શકી નહીં, જેટલા તે માર્કેટમાં આકર્ષાયા હતા. પોતાની તીક્ષ્ણ બજાર અંતદ્રષ્ટિ અને જીવનથી પણ મોટા વ્યક્તિત્વ માટે જાણીતા ઝુનઝુનવાલાના ઈન્વેસ્ટમેન્ટ દર્શન પેઢીઓને પ્રેરિત કરતા રહેશે.
ઝુનઝુનવાલાની રોકાણ યાત્રામાં કેટલીક એવી વાતો છે જે અમે તમને જણાવી રહ્યાં છીએ, જે નવા ઈન્વેસ્ટરોને માર્કેટમાં રોકાણના સંબંધમાં મદદ કરી શકે છે.
લાંબાગાળા માટે રોકાણ કરો
ઝુનઝુનવાલા લાંબા ગાળાના રોકાણમાં વિશ્વાસ કરતા હતા. તેમણે કહ્યું હતું- શેર બજાર ધનવાન લોકો પાસેથી પૈસા લઈ તેને ધૈર્યવાન લોકો સુધી પહોંચાડવાનું એક સાધન છે.
તેમની સફળતા તે વિશ્વાસનું પ્રમાણ હતી, કારણ કે તેમણે બજારમાં ઉતાર-ચડાવ છતાં પોતાના રોકાણને બનાવી રાખ્યું અને સમયની સાથે મોટો લાભ મેળવ્યો.
બજારમાં વ્યાવહારિક દ્રષ્ટિકોણ રાખો
રાકેશ ઝુનઝુનવાલાની વાતો તેમની સલાહમાં સામેલ હતી. બજારનું સન્માન કરો, ખુલ્લા મગજથી વિચારો. જાણો શું દાવ પર લગાવવાનું છે, જાણો ક્યારે નુકસાન ઉઠાવવાનું છે. જવાબદાર બનો.
તેમનું આ વાક્ય રોકાણ પ્રત્યે તેમના વ્યાવહારિક દ્રષ્ટિકોણને દર્શાવે છે. તે બજારની ગતિશીલતાનું સન્માન કરતા અને નવી જાણકારીને અનુકૂળ બનવામાં વિશ્વાસ કરતા હતા.
માર્કેટમાં ધૈર્ય અને અનુશાસન રાખો
ધૈર્ય અને અનુશાસન ઝુનઝુનવાલાની રોકાણની રણનીતિના મૂળમાં હતા. તેમણે રોકાણકારોને શાંત રહેવા અને બજારની ગતિવિધિઓ પર સમજ્યા-વિચાર્યા વગર પ્રતિક્રિયા કરવાથી બચવાની સલાહ આપી. તેમણે કહ્યું હતું- ભાવનાત્મક રોકાણ શેર બજારમાં નુકસાન ઉઠાવવાની એક ચોક્કસ રીત છે. એટલે કે ઉતાવળમાં રોકાણના નિર્ણયો લઈ શકાતા નથી.
ભૂલમાંથી શીખો
ઝુનઝુનવાલા ભૂલથી શીખવાના મૂલ્યમાં વિશ્વાસ કરતા હતા અને તેને વિકાસની તકના રૂપમાં જોતા હતા.
ઝુનઝુનવાલાએ એકવાર કહ્યું હતું- નિષ્ફળતાઓ જીવનનો ભાગ છે. જો તમે નિષ્ફળ નહીં થાવ તો શીખશો નહીં. જો તમે શીખશો નહીં તો ક્યારેય તમારામાં ફેરફાર નહીં આવે.
મજબૂત મેનેજમેન્ટમાં વિશ્વાસ
મેનેજમેન્ટ ટીમની ક્ષમતા પર વિચાર કરવાના મહત્વ પર ભાર આપતા ઝુનઝુનવાલેએ કહ્યું હતું- એક મજબૂત મેનેજમેન્ટ ટીમવાળા બિઝનેસમાં રોકાણ કરો જેનો એક પ્રૂવન ટ્રેક રેકોર્ડ હોય.
રાકેશ ઝુનઝુનવાલાની વારસો આ કાલાતીત સિદ્ધાંતો પર બનેલી છે, જે રોકાણકારોને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે. એક યુવાન રોકાણકારથી બજારના અનુભવી વ્યક્તિ સુધીની તેમની સફર ધીરજ, સમજણ અને વ્યક્તિની રોકાણ વ્યૂહરચનામાં અતૂટ વિશ્વાસની શક્તિ દર્શાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે