સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર

રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રૈયાણી જૂથે સાવલિયા માટે તો રાદડિયા જૂથે બોઘરા માટે લોબિંગ કર્યું હતું..

સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર

ઝી બ્યુરો/રાજકોટ: આજે સવારથી રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને સૌની નજર મંડાયેલી હતી. આજે સત્તાવાર રીતે રાજકોટ માર્કેટ યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. ફરી એકવાર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. જી હા...રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રૈયાણી જૂથે સાવલિયા માટે તો રાદડિયા જૂથે બોઘરા માટે લોબિંગ કર્યું હતું..

જયેશ બોધરા માટે જયેશ રાદડીયાએ લોબિંગ શરૂ કર્યું હતું...
રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં આવતા બળવાની શક્યતા વચ્ચે ફરી એક વખત રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે. જયેશ રાદડીયાએ જયેશ બોધરા માટે લોબિંગ શરૂ કર્યું હતું જ્યારે બીજી તરફ અરવિંદ રૈયાણી જૂથ દ્વારા ચેરમેન તરીકે સહકારી આગેવાન પરસોતમ સાવલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમાં પહેલેથી જ જયેશ બોધરાનું પલડું ભારે માનવામાં આવતું હતું. 

તમને જણાવી દઈએ કે ભાજપ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં જયેશ બોધરા અને પરષોત્તમ સાવલિયા સહિતનાએ સેન્સ આપી હતી. પરંતુ ચૂંટણીમાં હાજર સભ્યોએ સર્વાનુમતે ચેરમેન પદ માટે જયેશ બોઘરાના નામને સમર્થન આપ્યું હતું. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ત્રણ આગેવાનોએ દાવેદારી કરી હતી
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેનપદ માટે ત્રણ આગેવાનોએ દાવેદારી કરી હતી. જેમાં વર્તમાન ચેરમેન જયેશ બોઘરા, પરસોતમ સાવલિયા અને વિજય કોરાટનો સમાવેશ થાય છે. પરંતુ માર્કેટિંગ યાર્ડના ચેરમેન માટે ભાજપના જ બે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને જયેશ રાદડિયા જૂથ વચ્ચે હરીફાઈ હતી. જયેશ બોઘરા રાજકોટ માર્કેટિંગ યાર્ડના 21માં ચેરમેન, જ્યારે વિજય કોરાટ 21માં વાઇસ ચેરમેન બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ છે અને રાજ્યમાં ત્રીજું સ્થાન ધરાવે છે. રાજકીય રીતે સહકારી ક્ષેત્રના રાજકારણમાં બેડી માર્કેટિંગ યાર્ડ મહત્વનું માનવામાં આવે છે. એક સમયે એવું માનવામાં આવતું હતું કે આ વખતની ચેરમેન પદની ચૂંટણી રસપ્રદ રહેશે પરંતુ ફરી એકવાર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news