Gupt Navratri 2024: 6 જુલાઈથી ગુપ્ત નવરાત્રી શરુ, જાણી લો રાશિ અનુસાર કઈ વસ્તુઓ પૂજામાં અર્પણ કરવાથી થશે લાભ

Gupt Navratri 2024: પંચાંગ અનુસાર ગુપ્ત નવરાત્રી આ વર્ષે 6 જુલાઈ અને શનિવારથી શરૂ થઈ રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન માં ભગવતીની નવ મહાવિદ્યાની ઉપાસના કરવામાં આવે છે. સાથે જ જો આ નવ દિવસ દરમિયાન રાશિ અનુસાર માતાની પૂજામાં કેટલીક વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે તે માટે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ માતાને અર્પણ કરવી.

મેષ રાશિ

1/12
image

મેષ રાશિના લોકોએ નવરાત્રીમાં માં ભગવતીને અડદની દાળ અર્પણ કરવી જોઈએ. ત્યાર પછી આ દાળને દાનમાં આપી દો. 

વૃષભ રાશિ

2/12
image

વૃષભ રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માં કાલીને કરેણના બ્લુ ફુલ અર્પણ કરવા. 

મિથુન રાશિ

3/12
image

મિથુન રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માતાને રોજ લવિંગ અર્પણ કરવા જોઈએ. 

કર્ક રાશિ

4/12
image

કર્ક રાશિના લોકોએ નવરાત્રીમાં મહાકાળી માંને 6 કે 11 લવિંગ અર્પણ કરવા અને ત્યાર પછી કપૂર સાથે તેને સળગાવી દેવા. 

સિંહ રાશિ

5/12
image

સિંહ રાશિના લોકોએ માં દુર્ગાને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તેનાથી લાભ પ્રાપ્ત થશે. 

કન્યા રાશિ

6/12
image

કન્યા રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માતાને લાલ રંગના ફૂલ નિયમિત ચડાવવા જોઈએ. 

તુલા રાશિ

7/12
image

તુલા રાશિના લોકોએ મહાકાલીને પીપળાના પાન નિયમિત અર્પણ કરવા જોઈએ આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યા દૂર થાય છે. 

વૃશ્ચિક રાશિ

8/12
image

વૃશ્ચિક રાશિના લોકો ગુપ્ત નવરાત્રીમાં માતાને પાણી ભરેલું નાળિયેર અર્પણ કરે તો લાભ થશે.

ધન રાશિ

9/12
image

ધન રાશિના લોકોએ આ ગુપ્ત નવરાત્રીમાં મહાકાળીની પૂજા કરતી વખતે પાણીનો કળશ સાથે રાખવો અને પૂજા પછી તે પાણીને ઘરમાં છાંટી દેવું. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે. 

મકર રાશિ

10/12
image

મકર રાશિના લોકોએ નવરાત્રીમાં માં દુર્ગાને કાજલ અર્પણ કરવું જોઈએ. 

કુંભ રાશિ

11/12
image

કુંભ રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માતાની સામે સરસવના તેલનો દીવો નિયમિત કરવો 

મીન રાશિ

12/12
image

મીન રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં રોજ એક ફળ માતાને અર્પણ કરવું અને પૂજા પછી તે ફળ બાળકોને ખવડાવી દેવું.